Bharuch Video : વાગરામાં આવેલી પોસ્ટ ઓફિસમાં તસ્કરો ત્રાટક્યા, પોલીસે હાથ ધરી તપાસ
રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના બનતી હોય ત્યારે ભરુચમાં ફરી એક વાર ચોરી ઘટના બની છે. ભરુચના વાગરામાં ચોરોએ કોઈ ઘરમાં નહીં પરંતુ પોસ્ટ ઓફિસમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
રાજ્યમાં અવારનવાર ચોરીની ઘટના બનતી હોય ત્યારે ભરુચમાં ફરી એક વાર ચોરી ઘટના બની છે. ભરુચના વાગરામાં ચોરોએ કોઈ ઘરમાં નહીં પરંતુ પોસ્ટ ઓફિસમાં ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે. કટર વડે તિજોરીમાં બાકોરું પાડીને ચોરીને અંજામ અપાયો હોવાનું સામે આવ્યુ છે. ચોરીની જાણ થતા પોસ્ટ વિભાગા અધિકારીઓ દોડી આવ્યાં છે. વાગરા પોલીસે તસ્કરોને પકડવા તજવીજ હાથ ધરી છે.
ભરુચના ચાવજની રાધે રેસીડેન્સીમાં ત્રાટક્યા હતા તસ્કરો
બીજી તરફ આ અગાઉ ભરૂચના ચાવજની રાધે રેસીડેન્સીમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ 3 મકાનમાં ચોરી કરી હતી. મકાનમાંથી સોના-ચાંદીના દાગીના અને બાઇકની ચોરી કરી હતી. ચોરી કરવા આવેલા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. જો કે પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.