સાબરકાંઠાઃ વિજયનગરમાં 2 બંધ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા, 5.75 લાખની મત્તાની ચોરી
સાબરકાંઠા જિલ્લામાં ચોરીના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં હિંમતનગર સહિતના વિસ્તારોમાં ચોરીના બનાવો નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન વિજયનગરના ટોલ ડુંગરી વિસ્તારમાં બે બંધ મકાનમાં ચોરીનો બનાવ નોંધાયો છે. બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવીને ચોરી આચરી હોવાનો બનાવ નોંધાયો છે.
સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામા ચોરીના બનાવોના પ્રમાણમાં વધારો નોંધાયો છે. હિંમતગર શહેર અને આસપાસના વિસ્તારોમાં તસ્કરો ત્રાટકવાના બનાવો વધતા જઈ રહ્યા છે. આ દરમિયાન હવે વિજયનગરના ટોલ ડુંગરીમાં બે બંધ મકાનમાં ચોરીનો બનાવ નોંધાયો છે. તસ્કરોએ બંધ મકાનમાંથી સોના અને ચાંદીના દાગીના સહિતની ચોરી આચરી હોવાનું નોંધાયુ છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ ભાજપના ભીંત ચિત્રો પર કૂચડો ફેરવવાની ઘટના સામે આવી, જુઓ
બંધ મકાનમાંથી 5.75 લાખના ઘરેણાં સહિતની મત્તાની ચોરી આચરવામાં આવી હોવાનો ગુનો નોંધાયો હતો. એફએસએલ અને ડોગ સ્ક્વોડ સહિતની ટીમો સ્થળ પર પહોંચી હતી. તસ્કરોની કડી મેળવવા માટે પોલીસે પ્રયાસ શરુ કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Feb 02, 2024 08:24 PM