પતંગ રસિયાઓ માટે સારા સમાચાર, ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સારી રહેશે

ગુજરાતમાં બે-ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ પણ બે દિવસ સુધી આવી જ કાતિલ ઠંડીનો અનુભવ કરવા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ ઠંડી યથાવત રહેશે. બે દિવસ બાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 12, 2022 | 6:12 PM

પતંગ (KITE) રસિયાઓ માટે સારા સમાચાર છે. 14 જાન્યુઆરી એટલે કે ઉત્તરાયણના (Uttarayan) દિવસે પવનની (Wind)ગતિ સારી રહેશે. તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી મુજબ ઉત્તરાયણના દિવસે પ્રતિ કલાકે 10થી 15 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. જેથી પતંગ આકાશમાં ઉંચે સુધી ઉડી શકશે. જોકે, આ વચ્ચે હવામાન વિભાગે હવે ઠંડીમાં વધારો નહીં થાય, તેવી પણ આગાહી કરી છે. આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત્ રહશે. જોકે હાલની સ્થિતિએ અમદાવાદ શહેરમાં પ્રતિ કલાકે 11 કિલોમીટર ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

બે દિવસ ઠંડીનો પણ ચમકારો રહેશે : હવામાન વિભાગ

ગુજરાતમાં બે-ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. હજુ પણ બે દિવસ સુધી આવી જ કાતિલ ઠંડીનો અનુભવ કરવા ગુજરાતવાસીઓએ તૈયાર રહેવુ પડશે. હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદ સહિત રાજ્યભરમાં બે દિવસ ઠંડી યથાવત રહેશે. બે દિવસ બાદ ક્રમશઃ ઠંડીમાં ઘટાડો થશે

પોષ માસની કડકડતી ઠંડી શરૂ થઈ ગઈ હોય તેમ સમગ્ર રાજ્યમાં શીતલહેરનું મોજું ફરી વળ્યું છે. શિયાળો ખરેખરો જામ્યો હોય તેવો અનુભવ ગુજરાતીઓને થઇ રહ્યો છે. રાજ્યના અનેક શહેરમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અમદાવાદમાં બે ત્રણ દિવસથી અસહ્ય ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે. ઉત્તર ભારતમાં પહાડી વિસ્તારોમાં થયેલી હિમવર્ષને કારણે સમગ્ર રાજ્યમાં ઠંડા પવનોને કારણે કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેને કારણે સમગ્ર રાજ્યમાં કાતિલ ઠંડીનો અનુભવ થઇ રહ્યો છે.

અમદાવાદ સહિત રાજ્યનાં રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે નોંધાયો છે. 5.8 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યુ છે. ગાંધીનગરમાં 8.3 ડિગ્રી તાપમાન, વડોદરામાં 10 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં લઘુતમ તાપમાન 10.6 ડિગ્રી નોંધાયું છે.

આ પણ વાંચો : Gujarat Winter 2022: ઠંડીમાં ઠુઠવાવા માટે તૈયાર થઈ જાવ, 10 શહેરમાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે રહેવાની આગાહી

આ પણ વાંચો : Gujarat News: પાણીની કિંમત સમજવા બદલ આ ગામને મળ્યો ‘જળ પુરસ્કાર’ , જાણો ક્યાં ગામમાં લાગ્યા 96 ટકા મીટર

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">