અમદાવાદમાં આભ ફાટ્યા જેવી સ્થિતિ, પોશ ગણાતા જોધપુર, પ્રેરણાતીર્થ દેરાસર રોડે લીધી જળસમાધિ- Video

|

Aug 26, 2024 | 6:55 PM

અમદાવાદ શહેરમાં જાણે આભ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. પોશ વિસ્તાર ગણાતા જોધપુર, પ્રેરણાતીર્થ દેરાસર રોડ જળમગ્ન બન્યો છે. શહેરના તમામ માર્ગો પર જાણે નદીઓ વહી રહી હોય તે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે.

સતત વરસી રહેલા વરસાદને કારણે સમગ્ર અમદાવાદમાં ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. શહેરના તમામ વિસ્તારો પર પાણી ભરાયા છે. શહેરના પોશ ગણાતા જોધપુર વિસ્તારમાં પ્રેરણાતીર્થ રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરાયા છે અને લોકો ઘરોમાં ભરાઈ રહેવા માટે મજબુર બન્યા છે. એકતરફ જન્માષ્ટમીનો તહેવાર છે, લોકો રજા માણી રહ્યા છે, લોકોને બહાર નીકળવુ છે પરંતુ બહાર નીકળી શક્તા નથી, ઘરોમાં ભરાઈ રહેવ મજબુર બન્યા છે કારણે શહેરના માર્ગોએ જળસમાધિ લઈ લીધી છે.

પ્રેરણાતીર્થ દેરાસર નજીક આવેલા અશોક નગર સોસાયટીમાં પાણીમાં ગરકાવ થઈ છે. ભારે વરસાદને કારણે પાણી ભરાયા હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે. કામ સિવાય લોકો બહાર નીકળી શકતા નથી. પુષ્કળ પાણી ભરાઈ જવાને કારણે અનેક લોકોના ટુવ્હીલર વાહનો બંધ પડી રહ્યા છે અને લોકોને દોરીને લઈ જવાની ફરજ પડી છે. પાણીને કારણે ભારે ટ્રાફિક જામની પણ સ્થિતિ જોવા મળી રહી છે.

કોર્પોરેશન દ્વારા પણ પાણીના નિકાલની કોઈ કામગીરી કરાઈ નથી, સ્થાનિકો જાતે જ સોસાયટીમાંથી પાણી બહાર કાઢવાના પ્રયાસ હાથ ધરાયા છે. હાલ જે પ્રકારે પાણીનો ભરાવો થયો છે તે અત્યંત ચિંતાજનક છે, સતત વરસી રહેલા વરસાદને કારણે સતત પાણીનો ભરાવો થઈ રહ્યો છે અને સ્થિતિ બદ થી બદ્દતર થઈ રહી છે. હાલ આફતનો વરસાદ વરસી રહ્યો છે અને માર્ગો બેટમાં ફેરવાઈ ગયા છે ત્યારે લોકો વરસાદ વિરામ લે તેવી પ્રાર્થના કરતા જોવા મળી રહ્યા છે.

પ્રેરણાતીર્થ દેરાસર રોડ પર તાજેતરમાં વ્હાઈટ ટોપિંગ રોડ બનાવવામાં આવ્યો છે છતા આ રોડ પર ઘૂંટણસમા પાણી ભરાયા છે ત્યારે સવાલ એ છે કે રોડ બનાવતી વખતે તંત્ર ડ્રેનેજની વ્યવસ્થા કરવાનુ શું ભૂલી ગયુ હતુ કે કેમ ?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video