Gujarat Election 2022 : આવતી કાલે 182 વિધાનસભા બેઠકના પરિણામ થશે જાહેર, મત ગણતરી કેન્દ્રો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. હાલ ભાજપ, કોંગ્રેસ અને AAP ત્રણેય પોત-પોતાની જીતનો દાવો વ્યક્ત કરી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 10:03 AM

વિધાનસભાની ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર થ્રી-લેયરમાં સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

જાણો એક્ટિઝ પોલના આંકડા શું કહી રહ્યા છે ?

આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો કાગડોળે રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે. જોકે તમામ પક્ષ પોતાની જીતનો વિશ્વાસ પરિણામ સુધી અંકબંધ રાખી રહ્યા છે. આ વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલે મા અંબાજીના આશિર્વાદ લેવા અને જીતની પ્રાર્થના કરવા અંબાજી પહોંચ્યા હતા. તો બીજી તરફ એગ્જિટ પોલના તમામ રિપોર્ટ ખોટા પડશે તેવો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીનો દાવો કર્યો છે.

કોંગ્રેસ કાર્યાલયે પરિવર્તનના કાઉન્ટડાઉનની ઘડીયાળ લાગી છે. જે કોંગ્રેસના જીતનો દાવો વ્યક્ત કરી રહી છે. તો અપક્ષ ઉમેદવારને ચૂંટણી પંચ પર ભરોસો ન હોય તે રીતે સ્ટ્રોંગરૂમની બહાર ખાનગી સુરક્ષા ગોઠવી છે. આ તમામ વચ્ચે જસદણ ભાજપમાં જુથવાદ હોવાની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. જેમાં કુંવરજી બાવળીયાની સામે કોંગ્રેસના ઉમેદવારને વોટ કરવા ભાજપના કાર્યકર્તાઓ કહી રહ્યા છે. એવામાં આ તમામ બાબતો પરથી 8 ડિસેમ્બરે પડદો ઉચકશે.

Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">