રાજયમાં આગામી 24 કલાક વરસાદી વાતાવરણ રહેશે : હવામાન વિભાગ

|

Dec 28, 2021 | 6:21 PM

હવામાન વિભાગ પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી પણ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા તકેદારી રાખવી જરૂરી છે.

રાજ્યમાં આગામી 24 કલાક વરસાદી વાતાવરણ રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ આવતીકાલ સુધી રાજ્યમાં કમોસમી વરસાદ પડશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી છે. હવામાન વિભાગ પ્રમાણે, સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને બનાસકાંઠામાં સામાન્ય વરસાદ અને અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે માછીમારો માટે હાલ કોઈ સૂચના નથી પણ ખેડૂતોએ પોતાનો પાક બચાવવા તકેદારી રાખવી જરૂરી છે.

નોંધનીય છેકે ગઇકાલે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. જેમાં પાટણ, બનાસકાંઠા અરવલ્લી અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી આપવામાં આવી હતી. જેને અનુસંધાને આજે રાજયમાં કેટલીક ઠેકાણે હળવા ઝાપટાં પડયા હતા.

સૌરાષ્ટ્રમાં 28 ડિસેમ્બર બાદ હાલના તાપમાન કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાન ઘટી શકે છે. સાથે ગુજરાત ભરમાં 29 ડિસેમ્બર પછી તાપમાન ગગડી શકે છે. હાલમાં સૌથી ઓછું તાપમાન અમરેલીનું જાણવા મળ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી છે. વરસાદ સંભવિત વિસ્તારના ખેડૂતોને 27 અને 28 તારીખ સાચવી લઇ આયોજન કરવા અપીલ કરવામાં આવી છે તેમજ માછીમારો માટે કોઈ એલર્ટ રાખવામાં આવ્યું નથી.

આ પણ વાંચો : NARMADA : કોરોના વાયરસ અને ઓમિક્રોનના વધતા કેસો વચ્ચે SOU પર જામી રહી છે પ્રવાસીઓની ભીડ

આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારની પીછેહઠ, રાજ્યપાલે વાંધો ઉઠાવ્યા બાદ વિધાનસભા અધ્યક્ષની ચૂંટણી મોકૂફ

Next Video