આજનું હવામાન : ગુજરાતના આ જિલ્લામાં હવામાન વિભાગે આપ્યું રેડ એલર્ટ, જુઓ Video

|

Aug 04, 2024 | 8:00 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યભરમાં વરસાદી માહોલ જોવા મળશે. આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ખેડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓમાં આજે ભારે વરસાદ સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.

દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ અને રાજસ્થાનમાં લો પ્રેશર સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. જો કે ભારે વરસાદના પગલે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભાવનગરમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ તરફ સુરતમાં 28 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

Next Video