જુનાગઢની રાજાશાહી સમયની 120 વર્ષ જૂની બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની હલચલ ફરી શરૂ થઈ છે. જુનાગઢ શિખરના મહંત મહેશગીરી બાપુએ બહાઉદ્દીન કોલેજનું નામ બદલવાની માગ કરી છે. આ તરફ તેમના સમર્થનમાં હવે જ્યોતિર્નાથ મહારાજ પણ આવ્યા છે. તેમણે જણાવ્યુ કે મહેશગીરી બાપુનું નિવેદન આવકાર્ય છે. બહાઉદ્દીન ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યા હતા. મહેશગીરી બાપુએ નિવેદન આપ્યુ હતુ, “ભારત તો આઝાદ થઇ ગયું, પરંતુ આપણે આપણી માનસિકતામાંથી આઝાદ નથી થયા. બહાઉદ્દીન એ નવાબનો વજીર હતો. અને આ કોલેજનું નામ બદલવું જરૂરી છે” તેમના નિવેદનનું સમર્થન જ્યોતિર્નાથ મહારાજે પણ કર્યુ છે.
હવે AIMIMના પ્રવક્તા દાનિશ કુરેશીએ પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે જણાવ્યુ કે રાજ્ય સ્તર પર અને રાષ્ટ્ર સ્તર પર જેટલી પણન મિશનરીની સ્કૂલો છે. તેમા ભણતા તમારા અનુયાયીઓનો અને તમારી પાસેઆવતા તમામ રાજકીય લોકોનો પણ બહિષ્કાર કરો અને તેમનુ નામ પણ બદલીને બતાવે.દાનિશ અલીએ મહેશગીરીના નિવેદનને રાજ્યને નુકસાન પહોંચાડનારૂ ગણાવ્યુ.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1897માં જેનો પાયો નંખાયો હતો એ બહાઉદ્દીન કોલેજમાં વર્ષ 1900થી અભ્યાસકાર્ય શરૂ થઇ ગયું હતું. તે સમયે આ કોલેજનું મુંબઈ યુનિવર્સિટિ સાથે જોડાણ કરવામાં આવ્યું હતું. જુનાગઢના નવાબના સાળા અને જે પોતે ભણ્યા નહોતા એ વઝીર બહાઉદ્દીનના નામની કોલેજને રાજ્ય સરકારે હેરિટેજ સ્મારકની યાદીમાં સ્થાન આપ્યું છે. મહત્વનું છે કે બહાઉદ્દીન કોલેજમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પણ અભ્યાસ કરી ચૂક્યા છે. ત્યારે આ ઐતિહાસિક કોલેજનું નામ બદલવાની માગ હવે પ્રબળ બની છે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો