સાબરમતી સફાઈ અભિયાનમાં રાજ્યપાલે પણ આપ્યું યોગદાન – જુઓ Video

સાબરમતી સફાઈ અભિયાનમાં રાજ્યપાલે પણ આપ્યું યોગદાન – જુઓ Video

| Edited By: | Updated on: May 24, 2025 | 8:30 PM

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15 મેથી 5 જૂન સુધી "સાબરમતી સ્વચ્છતા અભિયાન" આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 15 મેથી 5 જૂન સુધી “સાબરમતી સ્વચ્છતા અભિયાન” આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ સાબરમતી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા. અત્યાર સુધીમાં 57 હજારથી વધુ લોકોએ સફાઈ અભિયાનમાં સહભાગી થઈ નોંધપાત્ર યોગદાન આપ્યું છે.

સાબરમતી નદીમાંથી અત્યાર સુધીમાં અંદાજે 446 મેટ્રિક ટન કચરો દૂર કરવામાં આવ્યો છે. નદીમાંથી મળતાં કચરામાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિક અને જૂના કપડાં જોવા મળ્યાં છે, જે બળી શકે તેવી વસ્તુઓ છે. આ કચરો મ્યુનિસિપલ કોર્પોરેશનના રિફ્યૂઝ સ્ટેશનમાં અલગ કરવામાં આવે છે અને પછી તેને “વેસ્ટ ટુ એનર્જી” તથા “વેસ્ટ ટુ પ્લાસ્ટિક” પ્લાન્ટમાં મોકલવામાં આવે છે.

અભિયાન અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નાગરિકોને ધાર્મિક વસ્તુઓનું નદીમાં વિસર્જન ન કરવાનું અનુરોધ કર્યો છે. લોકો મોટી સંખ્યામાં નદીમાં કપડાં અને ધાર્મિક સામગ્રી વિસર્જિત કરે છે, જે નદીના પ્રદૂષણનું મુખ્ય કારણ બને છે. ધાર્મિક વસ્તુઓને નદીમાં વિસર્જિત ન કરવામાં આવે તો નદી સ્વચ્છ અને શુદ્ધ રહેશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો