Watch : રાજકોટની આ શાળાની વિદ્યાર્થીનીઓએ જવાનો માટે બનાવી 1000 થી પણ વધુ રાખડી, જુઓ Video
રાજકોટમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ(LBS)ની વિદ્યાર્થીનીઓએ દ્વારા રક્ષાબંધનના પર્વ પર દેશના રક્ષકોની સુરક્ષા માટે અનોખો પ્રયાસ કર્યો છે. છેલ્લા 5 વર્ષથી રાજકોટની આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ રાખડી બનાવી દેશના જવાનોને મોકલવામાં આવે છે.
Rajkot : રાજકોટમાં આવેલી લાલબહાદુર શાસ્ત્રી સ્કૂલ(LBS)ની વિદ્યાર્થીનીઓએ દ્વારા રક્ષાબંધનના પર્વ પર દેશના રક્ષકોની સુરક્ષા માટે અનોખો પ્રયાસ કર્યો છે. છેલ્લા 5 વર્ષથી રાજકોટની આ શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ રાખડી બનાવી દેશના જવાનોને મોકલવામાં આવે છે. 550 થી વધારે વિદ્યાર્થીનીઓએ 1111 થી વધારે રાખડી બનાવી છે. આ તમામ રાખડીઓ સાથે એક પત્ર પણ આપણા દેશની સરહદ પર તૈનાત જવાનોને મોકલવા માટે બનાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર દેશની રક્ષા કરનાર વીર જવાનોની સુરક્ષા માટે રાજકોટ શહેરની લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની છાત્રાઓએ ‘રક્ષકની સુરક્ષા’ નામના પ્રોજેક્ટ અંતર્ગત વિદ્યાર્થીઓએ અવનવી રાખડીઓ બનાવી છે. 500થી વધારે વિદ્યાર્થીઓએ રાખડીઓ ભારતીય સેનાનાં જવાનોને મોકલવા માટે બનાવી છે. તેમજ આ રાખડીયો જવાનો સુધી મોકલવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
આ અંગે શાળાનાં આચાર્ય ભરતસિંહ પરમારે જણાવ્યુ કે, દેશની રક્ષા કરવા સરહદ પર તૈનાત જવાનો આપણી સુરક્ષાનું વિચારે છે પરંતુ તેમની સુરક્ષાનું કોઈ વિચારતું નથી, જેના પગલે અમારી શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા કડકડતી ઠંડી, તડકો અને વરસાદમાં દુશ્મનોની ગોળીનો સામનો કરતા સૈન્યના જવાનોને યાદ રાખવામાં આવ્યા છે અને આ ખાસ રાખડીયો તેમના માટે બનાવવામાં આવી છે.
ઘરેણાં અને પ્રાચીન વસ્તુમાં રોકાણ કરો, નાણાકીય સમસ્યાનો ઉકેલ આવશે
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
