Rajkot: શિક્ષણના ધામમાં નશાનો ખેલ ! સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં કેવી રીતે આવી દારૂની બોટલો? જુઓ Video
રાજકોટમાં ફરી શિક્ષણના ધામમાં નશાનો ખેલ સામે આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિ.ના કેમ્પસમાં દારૂની બોટલો કેવી રીતે આવી તેને લઈને પણ ચર્ચા ઉઠી છે. યુનિ.માં પ્રવેશના સમયે કોઈ યોગ્ય ચેકિંગ નહીં થતી હોવાના પણ આક્ષેપ લગાવાયા છે.
રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની બોટલ મળી આવી છે. કેમ્પસમાં વિદેશી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર મચી છે. શિક્ષણના ધામમાં દારૂની બોટલ મળવી એ ચોક્કસ પણે નિંદનીય છે. યુનિવર્સિટીના સંસ્કૃત ભવનના પાછળના ભાગમાં દારૂની બોટલો મળી આવી છે.
આ અગાઉ પણ શિક્ષણના ધામમાં આવા પ્રકારના કૃત્યો સામે આવ્યા છે. આ તરફ અમદાવાદમાં પણ NSUI દ્વારા ગુજરાત યુનિવર્સિટીની આસપાસ દારૂ અને ગાંજો મળતો હોવાના આક્ષેપ સાથે પદયાત્રા કાઢીને વિરોધ નોંધાવ્યો હતો. NSUI દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, ગુજરાત યુનિવર્સિટીની નજીક ગુલબાઈ ટેકરા પાસે ખુલ્લેઆમ દારૂ, ચરસ અને ડ્રગ્સનું વેચાણ કરવામાં આવી રહ્યું છે, જેના કારણે વિદ્યાર્થીઓ પર પણ ખરાબ પડી રહી છે.