ડાંગ જિલ્લાના વઘઇ રેન્જ ફોરેસ્ટ વિસ્તારમાં વઘઇ આહવા મુખ્ય માર્ગ નજીક આગ લાગી

| Edited By: | Updated on: Apr 27, 2022 | 8:36 AM

મોડી રાતે કુકડનખી નજીક જંગલમાં વિશાળ આગ લાગી હતી. 3 થી 5 કિલોમીટર સુધી આગ ફેલાઈ હોવાનું અનુમાન છે. આગથી જંગલમાં વસતા મૂંગા પશુ પક્ષીઓ અને પ્રાણીઓને ભારે નુકશાન થતું હોય છે. સાપુતારા નજીક સામગહાન રેન્જના માનમોડીના જંગલમાં પણ આગ લાગી હોવાના વીડિઓ સામે આવ્યા છે.

ડાંગ (Dang) જિલ્લાના વઘઇ રેન્જ ફોરેસ્ટ (Vaghai Range Forest) વિસ્તારમાં આગ લાગી છે. મોડી રાતે કુકડનખી નજીક જંગલ (Forest) માં વિશાળ આગ લાગી હતી. 3 થી 5 કિલોમીટર સુધી આગ ફેલાઈ હોવાનું અનુમાન છે. વઘઇ આહવા મુખ્ય માર્ગ ઉપરથી આગ દેખાતા ગામજનો ભયભીત થયાં છે. પાનખર ઋતુમાં લાગતી આગને લઈને વન વિભાગ (Forest Department) સતર્ક થયું છે છતાં અનેક જંગલોમાં વિશાળ આગથી મોટું નુકસાન થઇ રહ્યું છે. આગથી જંગલમાં વસતા મૂંગા પશુ પક્ષીઓ અને પ્રાણીઓને ભારે નુકશાન થતું હોય છે. સાપુતારા નજીક સામગહાન રેન્જના માનમોડીના જંગલમાં પણ આગ લાગી હોવાના વીડિઓ સામે આવ્યા છે.

આગની ઘટનાને લઈ વહીવટી તંત્ર અને વનવિભાગ દોડતું થયું છે. આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓનો વસવાટ પણ ખૂબ છે. વન્યપ્રાણીઓ અહીં સતત આંટાફેરા કરતા રહે છે. જેના કારણે આગ પર કાબુ મેળવવા વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આગ એટલી ભીષણ છે કે તે ખૂબ જ ઝડપથી ફેલાઇ રહી છે. ત્યારે આગ પર કાબુ મેળવવા વન વિભાગ ભારે જહેમત ઉઠાવી રહ્યુ છે.

ઉનાળામાં ગરમી વધી રહી છે તેની સાથે જંગલ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બનતી હોય છે. આ અગાઉ બનાસકાંઠા જિલ્લામાં પહાડી વિસ્તારમાં આગની ઘટનાઓ બની છે. ચાર દિવસ પહેલાં બનાસકાંઠાના દાંતા પાસે પહાડી વિસ્તારમાં ગઈકાલે લાગેલી આગ લાગી હતી. દાંતા ગામના પહાડી વિસ્તારમાં આગ લાગવાને પગલે વન વિભાગના કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા કામે લાગી ગયા હતા. આગ પર કાબૂ મેળવવા 14 વ્યક્તિઓની બે ટીમો કામે લગાડાઈ હતી.

આ પણ વાંચોઃ નાયકા દેવી ફિલ્મના કલાકારોએ શક્તિપીઠ અંબાજીમાં ગરબા કરીને ફિલ્મનું પ્રમોશન કર્યું

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022 : નળ સરોવર રોડ પર વિંછીયા ગામે યોજાયો આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ

Published on: Apr 27, 2022 08:24 AM