Surat: સુરતમાં રોગચાળો વકર્યો, તાવથી પીડિત યુવાનનું સારવાર દરમિયાન મોત, જુઓ Video

Surat: સુરતમાં રોગચાળો વકર્યો, તાવથી પીડિત યુવાનનું સારવાર દરમિયાન મોત, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2023 | 9:58 AM

ચોમાસા દરમિયાન સુરતમાં અત્યાર સુધી રોગચાળાએ 21 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 20 દિવસમાં જ તાવ, ઝાડા-ઊલટી સહિતના રોગચાળામાં બાળકો અને મહિલાઓ સહિત 21 લોકો મોતને ભેટતાં આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે

Surat: સુરતમાં રોગચાળો જીવલેણ બન્યો છે. તાવથી પીડાતા પાંડેસરા વિસ્તારના 43 વર્ષીય વ્યક્તિનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. શહેરમાં પાણી અને મચ્છરજન્ય રોગોએ ઉપાડો લીધો છે, તેવામાં પાંડેસરાના ગંદકીથી ખદબદતા ગણેશનગર વિસ્તારમાંથી વધુ એક વ્યક્તિનું મોત થતાં આરોગ્ય તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. મૃતક ટુના રન્કા ગૌડા મજૂરી કામ કરતો હતો. ગત શનિવારથી તેને તાવ આવતો હતો.

આ પણ વાંચો: Surat : કામરેજના પરબ ગામે મકાન ધરાશાયી થતાં 12 વર્ષની સગીરાનું મોત, જુઓ Video

આ દરમિયાન ગત સાંજે તેની તબિયત વધુ લથડતાં બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં લવાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. મહત્વનું છે કે ચોમાસા દરમિયાન સુરતમાં અત્યાર સુધી રોગચાળાએ 21 લોકોનો ભોગ લીધો છે. છેલ્લા 20 દિવસમાં જ તાવ, ઝાડા-ઊલટી સહિતના રોગચાળામાં બાળકો અને મહિલાઓ સહિત 21 લોકો મોતને ભેટતાં આરોગ્ય તંત્ર ઊંઘતું ઝડપાયું છે. જો સમયસર તકેદારીના પગલાં લેવાયા હોત તો લોકોના જીવ બચી શક્યા હોત.

સુરત સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">