સુરતના તેનમાં મોડી રાત્રે ચોરીના ઇરાદે એક બે નહીં પરંતુ 12 તસ્કર ત્રાટકયા, સોસાયટીમાં ફફડાટ, જુઓ Video
સુરતમાં બારડોલીના તેન ગામે મોડી રાતે તસ્કરોનો ત્રાસ સામે આવ્યો છે. ચાણક્યપુરી, આનંદપાર્ક, સિદ્ધેશ્વર, વૃંદાવનમાં ચોર ત્રાટક્યા. જેમાં બે બંધ મકાનોના તાળા તોડવાનો નિષ્ફળ પ્રયાસ સામે કરાયો છે. 12થી વધુ તસ્કર વિવિધ ટોળકી બનાવીને આવ્યા હતા.
સુરતમાં તસ્કરોનો ત્રાસ સતત વધતો હોય તેવું લાગી રહ્યું છે. બારડોલીના (Bardoli) તેન ગામેથી તસ્કરોનો આતંક સામે આવ્યો છે. મોડી રાતે 12 જેટલા તસ્કરો ચોરીના ઇરાદે તેન ગામની વિવિધ સોસાયટીમાં ઘૂસી ગયા. તેન ગામે ચાણક્યપુરી, આનંદપાર્ક, સિદ્ઘેશ્વરપાર્ક અને વૃંદાવન પાર્કમાં તસ્કરો ત્રાટકયા.
આ પણ વાંચો : Surat : કામરેજના પરબ ગામે મકાન ધરાશાયી થતાં 12 વર્ષની સગીરાનું મોત, જુઓ Video
આ 12 તસ્કરો વિવિધ ટોળકી બનાવીને આવ્યા હતા. ગામના બે બંધ મકાનોના તાળા તોડવાનો પણ નિષ્ફળ પ્રયાસ કર્યો. સમગ્ર ઘટનાના CCTV ફુટેજ સામે આવ્યા છે. ચોરીનો ઇરાદો તો સફળ ન થયો, પણ ગામના લોકોને તસ્કરો અંગે જાણ થઇ ગઇ. જે બાદ સોસાયટીના 300 જેટલા રહીશોએ ચોરોનો પીછો કર્યો. તો તસ્કરોએ પણ સામે પથ્થરમારો કર્યો અને ખેતર તરફ ફરાર થઇ ગયા.
Published on: Aug 06, 2023 09:42 PM
Latest Videos