Surat : કામરેજના પરબ ગામે મકાન ધરાશાયી થતાં 12 વર્ષની સગીરાનું મોત, જુઓ Video
સુરતના કામરેજના પરબ ગામે વહેલી સવારે એક મકાન ધરાશાયી થયું હતું. ગિરનાર ફળિયામાં મકાન ધરાશાયી થતા ઘરમાં સૂતેલો પરિવાર દબાઈ ગયો હતો. મકાન ધરાશાયી થવાનો અવાજ સાંભળી પાડોશીઓ દોડી આવ્યા.
સુરતના કામગરેજના પરબ ગામમાં મકાન ધરાશાયી થતાં એક સગીરાનું ઘટના સ્થળે જ મોત થયું છે. મકાનના કાટમાળ નીચે દબાઇ જતા સગીરાએ ઘટના સ્થળે જ દમ તોડ્યો. બનાવની વાત કરીએ તો પરબ ગામના ગિરનાર ફળિયામાં એક પરિવાર સુઇ રહ્યો હતો. ત્યારે અચાનક જ મકાન ધરાશાયી થયું હતું.
આ પણ વાંચો : Surat Crime : રાંદેર વિસ્તારમાં 13 વર્ષ પહેલા લૂંટ કરવાના ઈરાદે વોચમેનની હત્યા કરનાર આરોપીઓ ઝડપાયા
આખો પરિવાર મકાનના કાટમાળ નીચે દટાયો હતો. જો કે મકાન ધરાશાયી થવાનું અવાજ આવતા આસપાસના રહીશો દોડી આવ્યાં હતા અને પરિવારને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ 12 વર્ષની સગીરાને ગંભીર ઇજાઓ થતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું. જ્યારે અન્ય એક 6 વર્ષીય બાળકને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયો છે.
Latest Videos