આજનું હવામાન : હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, જુઓ Video

આજનું હવામાન : હવામાન વિભાગે આપ્યું ભારે વરસાદનું એલર્ટ, ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, જુઓ Video

| Updated on: Oct 02, 2025 | 7:34 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે. તેમજ આગામી 48 કલાક સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે હવામાન વિભાગે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો જામનગર, રાજકોટ અને કચ્છના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત હવામાન વિભાગે અમદાવાદમાં હળવા વરસાદની આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે હાલ સૌરાષ્ટ્રના વિસ્તારો પર એક વેલ માર્ક્ડ લૉ-પ્રેશર એરિયા છે અને આ સિસ્ટમ હવે આગળ વધીને અરબી સમુદ્રમાં પહોંચશે અને વધારે મજબૂત બનીને તે ડિપ્રેશન બનવાની શક્યતા છે. આ સિસ્ટમની સૌથી વધારે અસર સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો પર થશે અને કેટલીક જગ્યાએ તેના કારણે ભારે વરસાદ પડે એવી પણ શક્યતા છે. હાલની વરસાદી સિસ્ટમ પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાંથી દરિયામાં ખસી શકે છે. આ સિસ્ટમથી લો પ્રેશર અથવા તોફાન સર્જાઈને ઓમાન તરફ જવાની શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો