ગુજરાત પોલીસના જાસૂસીકાંડમાં તપાસ જેમ – જેમ આગળ વધતી જાય છે તેમતેમ ચોંકાવનારી હકીકત સામે આવી રહી છે. કૌભાંડમાં ગુજરાત પોલીસના સ્ટેટ મોનીટરીંગ સેલ સહિતની પોલીસ અધિકારીઓના લોકેશન બુટલેગરો સુધી પહોંચતા હતા. અધિકારીઓની અગાઉથી માહિતી મળી જતી હોવાથી બુટલેગર બેફામરીતે દારૂનો વેપલો ચલાવતા હતા. આ બે કર્મચારીઓની મદદથી બોબડો અને ચકો નામના બુટલેગર દક્ષિણ અને માધ્ય ગુજરાતમાં પોતાનું નેટવર્ક ચલાવતા હતા. બુટલેગર જાસૂસીના બદલામાં પોલીસકર્મીઓને મહિને 1લાખ રૂપિયા હપ્તો આપતા હોવાની હકીકત સામે આવી છે. ટેકનીકલ સર્વેલન્સના કર્મચારીઓ મયુર ખુમાણ અને અશોક સોલંકીને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. લીના પાટીલની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ અંકલેશ્વરના ડીવાયએસપી ચિરાગ દેસાઈ આ સંવેદનશીલ મામલાની તપાસ કરી રહ્યાં છે. જાસૂસીકાંડમાં સંડોવાયેલા પોલસીકર્મીએ પોલીસકર્મીએ પોતાના ગામમાં ગણતરીના સમયમાં ઉભા કરેલા મકાનની પણ તપાસ થશે. પોલીસને એક વર્ષ અગાઉથી આ કૌભાંડ ચાલતું હોવાના સંકેત મળ્યા છે જયારે આ કૌભાંડ 3 વર્ષ આસપાસથી ચારવામાં આવી રહ્યું હોવાની શંકા પણ છે. અશોક અને મયુર 10 વર્ષથી એકજ ટેબલ ઉપર કામ કરતા હતા. આ બંનેની આટલા લાંબા સમયથી બદલી ન થવી પણ ઘણા પ્રશ્નાર્થ ઉભા કરે છે. ઉલ્લેખનીય છે કે મોબાઈલ કંપની પાસેથી લોકેશન મંગાવવા માટે ઉપરી અધિકારીઓની સૂચના જરૂરી હોય છે પણ એક દાયકાથી એકજ જગાએ ચીટકીને બેઠેલા પોલીસકર્મીઓએ એવા સંબંધ કેળવી લીધા હતા કે મોબાઈલ કંપનીઓએ અશોક અને મયુર દ્વારા માંગવામાં આવતી વિગત ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ માંગી હોવાનું સ્વીકારી ખરાઈ કર્યા વિના સંવેનદનશીલ વિગતો આપવા મંડી હતી. કોઈની પુછપરછકે રોકટોક ન હોવાથી આ ડેટા બુટલેગરોને વેચી જાસૂસી કૌભાંડ આચરવા માંડ્યું હતું.
Published On - 1:15 pm, Wed, 25 January 23