મહેસાણા-ઊંઝા હાઇવે પર રૂપેણ નદી પરનો બ્રિજ નમ્યો, બ્રિજનું કામ પૂરું થાય તે પહેલા જ બની ઘટના

|

Apr 23, 2022 | 4:32 PM

મહેસાણામાં બ્રિજ નમી જવા અંગે કોંગ્રેસના (Congress) પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપ્યું છે, સુરત, રાજકોટ અને અમદાવાદમાં બ્રિજ પડી ચુક્યા છે. અમદાવાદમાં ધરાશાયી થયેલ બ્રિજ પણ રણજિત બિલ્ડકોન કંપની જ બનાવતી હતી.

મહેસાણામાં (Mehsana) નિર્માણાધિન બ્રિજ (Bridge) બનતાં પહેલા જ નમી ગયો છે. મહેસાણા-ઊંઝા હાઈવે પર રૂપેણ નદી (Rupen River) પર આ બ્રિજ બનાવવાની કામગીરી ચાલું છે. હજુ તો બ્રિજ સંપૂર્ણ તૈયાર પણ નથી થયો અને એ પહેલા જ નમી ગયો છે. આ બ્રિજ રણજીત ડેવલપમેન્ટ કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. મહેસાણા કોંગ્રેસના સ્થાનિક આગેવાને બ્રિજ બનાવનારી કંપની સામે ગેરરીતિનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસના આગેવાને આક્ષેપ લગાવ્યો છે કે આ જ રણજિત બિલ્ડર્સ દ્વારા અમદાવાદના બોપલમાં બ્રિજ બનાવવામાં આવ્યો હતો અને આ બ્રિજ પણ બનતા પહેલા જ નમી ગયો હતો.ત્યારબાદ બહુચરાજીમાં પણ રણજીત બિલ્ડર્સ દ્વારા બનાવાયેલો રોડ પહેલા વરસાદમાં જ ધોવાઈ ગયો હતો.કોંગ્રેસના સ્થાનિક આગેવાન ભૌતિક ભટ્ટે આરોપ લગાવ્યો છે કે મોટા નેતાઓની મિલિભગતથી આ કામ ચાલી રહ્યું છે અને જો બિલ્ડર સામે કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમણે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે.

મહેસાણામાં બ્રિજ નમી જવા અંગે કોંગ્રેસના પ્રવક્તા મનિષ દોશીએ નિવેદન આપ્યું છે, સુરત, રાજકોટ અને અમદાવાદમાં બ્રિજ પડી ચુક્યા છે. અમદાવાદમાં ધરાશાયી થયેલ બ્રિજ પણ રણજિત બિલ્ડકોન કંપની જ બનાવતી હતી. અમદાવાદની ઘટના બાદ કાર્યવાહી કરવાની જરૂર હતી. સરકારે કાર્યવાહી કરી હોત તો મહેસાણાની ઘટના ન બની હોત. ભાજપ સરકારની મળતીયા કોન્ટ્રાકટરને કમાણી કરી આપવાની નીતિ છે. ભાજપ સરકારની ગોઠવણમાં વારંવાર બ્રિજ અને પેપર તૂટે છે. કંપની અને ભાજપની ગોઠવણની તપાસ કરાવવાની માંગ છે. રણજિત બિલ્ડકોન કંપનીના હાલ ચાલતા તમામ પ્રોજેકટની તપાસની માંગ છે.

આ પણ વાંચો : ગુજરાતમાં પ્રથમ ‘CORI ની-રિપ્લેસમેન્ટ રોબોટ’ વિશે જાણી બોરીસ જોન્સન ખુશ , કહ્યું કે ભારતમાં આ ટેકનોલોજી ખુબ સસ્તી

આ પણ વાંચો :ગાંજાનો વેપાર કરતા પાંડી બંધુઓ પહેલો વેપાર ક્યાં કર્યો અને બાદમાં ઇતિહાસ ફેરવાયો, પાંડી બધુઓનો શું હતો ઇતિહાસ

 

 

Next Video