Gujarat Election 2022 : મતદારોને રીઝવવા નેતાઓના પૈંતરા ! કાલોલ બેઠકના ભાજપ ઉમેદવાર પ્રચાર દરમિયાન તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા

| Edited By: | Updated on: Nov 29, 2022 | 8:04 AM

પ્રચાર દરમિયાન કાલોલના પિંગળી ગામે ફતેસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. અહીં ચાલતા ભજન કાર્યક્રમમાં ફતેસિંહ ચૌહાણે ઢોલ વગાડી ભજનની મજા લીધી હતી.

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. ઉમેદવારો અલગ અલગ પદ્ધતિઓથી ચૂંટણી પ્રચારમાં લાગ્યા છે. ક્યાંક રોબોટ દ્વારા તો કોઇ બુલડોઝર રેલી કાઢી મતદારોને રીઝવવાના પ્રયાસ કરી રહ્યું છે, ત્યારે પંચમહાલમાં કાલોલ વિધાનસભાના ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ પ્રચાર દરમિયાન ભજન કાર્યક્રમમાં તાલબદ્ધ રીતે ઢોલ વગાડતા નજરે પડ્યા. પ્રચાર દરમિયાન કાલોલના પિંગળી ગામે ફતેસિંહ ચૌહાણ પહોંચ્યા હતા. અહીં ચાલતા ભજન કાર્યક્રમમાં ફતેસિંહ ચૌહાણે ઢોલ વગાડી ભજનની મજા લીધી હતી.

ચૂંટણીનો માહોલમાં નેતાઓના અવનવા રંગ

ક્યારેક મતદારોને કાલાવાલા અને મનામણા કરવા પડે છે તો ક્યારેક પોતે મતદારોનું ભલું ઈચ્છે છે તેવું દર્શાવવા માટે અવનવી  રીત પણ અજમાવવી પડે છે. તેમ છતાં નેતાઓએ લોકોના રોષનું ભોગ બનવું પડે છે. આવું જ કંઈક અમરેલીના રાજુલામાં કોંગ્રેસના ઉમેદવાર અમરીશ ડેર સાથે થયુ. કોંગ્રેસના ઉમેદવાર અંબરીશ ડેરે ચાંચ બંદર ગામમાં પ્રચાર માટે નવતર રીત અજમાવી. ચાંચ બંદર ગામની પુલ બનાવવાની માગ તંત્ર સુધી પહોંચાડવા અંબરીશ ડેર પાણીની ખાડીમાં તરતા તરતા સામા કાંઠે પહોંચ્યા હતા. જો કે અંબરીશ ડેર પાણીમાં તરીને સામા કાંઠે પહોંચતા જ તેમણે ચાંચ બંદર ગામની મહિલાઓ સહિત ગ્રામજનોના ઉગ્ર રોષનો સામનો કરવો પડ્યો.

 

Published on: Nov 29, 2022 08:04 AM