Dahod: દાહોદમાં વરઘોડો એક બાજુ રહી ગયો અને જાનૈયાઓ દોડતા થઈ ગયા, DJના ઘોંઘાટથી છંછેડાયેલી મધમાખીએ જાનૈયાઓ ઉપર કરી દીધો હુમલો!

|

Dec 15, 2022 | 7:34 AM

પાંદડી ગામમાં જાનૈયાઓ ડીજેના સંગીત પર ડોલી રહ્યા હતા ત્યારે  મધપૂડામાંથી મધમાખીઓએ હુમલો કર્યો હતો. એક એવું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ડીજેના  મોટા અવાજ  તેમન ડીજેના કારણે ઉભી થતી ધ્રૂજારી (vibrations) ના કારણે મધમાખીઓ છંછેડાઈ હતી

વરરજાનો વરઘોડો જ તો હોય ત્યારે જાનૈયાઓએ ડીજેના તાલે ઝૂમી ઉઠતા હોય  છે જોકે દાહોદ જિલ્લાના ગરબાડામાં  પાંદડી ગામ ખાતે એવી ઘટના બની હતી કે હસી ખુશીના માહોલમાં જતા જાનૈયાઓમાં બૂમરાણ મચી ગઈ હતી.  વરઘોડો પસાર થતો હતો ત્યારે જાનૈયાઓએ પર મધમાખીઓએ હુમલો કરી દીધો હતો. જેમાં 15થી વધુ જાનૈયાઓ મધમાખીના ડંખનો ભોગ બન્યા છે મધમાખીના ડંખનો ભોગ બન્યા હોય તેવા ઇજાગ્રસ્તોમાં મહિલા , પુરૂષો અને બાળકોનો સમાવેશ થાય છે.  આ  ઘટના  બાદ ઇજાગ્રસ્તોને  ગરબાડા, અભલોડ તેમજ દાહોદ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે અને  આ લોકોને ધનુરના ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા.Dahod: ,

ડીજેના અવાજથી મધમાખીઓ છંછેડાઈ હોવાનુ અનુમાન

પાંદડી ગામમાં જાનૈયાઓ ડીજેના સંગીત પર ડોલી રહ્યા હતા ત્યારે  મધપૂડામાંથી મધમાખીઓએ હુમલો કર્યો હતો. એક એવું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે કે ડીજેના  મોટા અવાજ  તેમન ડીજેના કારણે ઉભી થતી ધ્રૂજારી (vibrations) ના કારણે મધમાખીઓ છંછેડાઈ હતી અને મધમાખીઓએ ઉડીને  જાનૈયાઓને ડંખ માર્યા હતા. આ મધમાખીઓના ડંખ તીવ્ર હોવાને કાણે ઘણા ઇજાગ્રસ્તોના ડંખ પાકી ગયા હોવાની વિગતો પણ સામે આવી છે.  જે લોકોને સામાન્ય ડંખ વાગ્યા હતા તે કાઢ્યા બાદ ધનુર ઈન્જેક્શન આપી રજા આપી હતી પરંતુ 6 જેટલા જાનૈયાઓ ગંભીર હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.

Next Video