ભરૂચના નેત્રંગમાં આવેલા ધોધનું સૌદર્ય સોળે કળાએ ખીલ્યુ, ધાણીખૂંટ ધોધના રૌદ્ર રૂપનો જુઓ રમણીય નજારો- Video

|

Jul 15, 2024 | 4:05 PM

પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જ સૌથી વધુ સુંદર દેખાતુ હોય છે. ઘણીવાર ખતરનાક મુસીબતો જ સુંદરતાનો નકાબ પહેરીને આવતી હોય છે. કંઈક આવા જ દૃશ્યો ભરૂચના નેત્રંગમાં આવેલા ધાણીખૂટ ધોધના જોવા મળી રહ્યા છે. આ ધોધનું સૌદર્ય હાલ સોળે કળાએ ખીલ્યુ હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે.

 

ભરૂચના નેત્રંગમાં એકસામટા ખાબકેલા પાંચ ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે નેત્રંગના જાણીતા ધાણીખૂંટ ધોધનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યુ.આ ધોધના ધસમસતા પાણીનો નયનરમ્ય નજારો સામે આવ્યો છે. ભારે વરસાદ થતા ધાણીખૂટ ધોધનો આ રમ્ય અને રૌદ્ર નજારો સામે આવ્યો છે. ભાગ્યે જ જોવા મળે તેવા પ્રકૃતિનું આ રૌદ્ર સ્વરૂપ અત્યંત સુંદર ભાસી રહ્યુ છે. પ્રક-તિ જેટલી રૌદ્ર હોય છે એટલી જ રમ્ય પણ લાગતી હોય છે. આવો જ નજારો હાલ ધોધનો પણ જોવા મળી રહી છે.

ગુજરાતમાં વરસાદની ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતા ભરૂચમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. નેત્રંગમાં પણ ભારે વરસાદને પગલે અમરાવતી ખાડી અને કાવેરી નદી બે કાંઠે વહેતી થઈ છે અને ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. ગામના માર્ગો પણ ઘૂંટણસમા પાણીમાં ગરકાવ થયા છે. નેત્રંગમાં ભારે વરસાદ બાદ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ છે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:03 pm, Mon, 15 July 24

Next Video