ખંભાળિયાનો 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ, સ્થાનિકોને પારાવાર મુશ્કેલી- Video

|

Jul 14, 2024 | 7:46 PM

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલો અંગ્રેજોના સમયનો 120 વર્ષ જૂનો કેનેડી બ્રિજ જર્જરીત થતા તેને અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બંધ કરાતા નદીના પટમાં ડાયવર્ઝન અપાયુ છે. જેના કારણે સ્થાનિકોને કાદવ કીચડમાંથી જીવના જોખમે વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે.

ખંભાળિયામાં આવેલો અંગ્રેજોના જમાનાનો 120 વર્ષ જૂનો કેનેડી પુલ જર્જરિત છે. જેના કારણે પુલ પર અવર-જવર બંધ કરી દેવામાં આવી છે..નદીના પટમાં ડાયવર્ઝન કાઢીને પુલ અચાનક બંધ કરી દેવાયો છે. હવે ચોમાસામાં નદીના પટમાં ડાયવર્જન આપવાથી વાહનચાલકો અને રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. કારણ કે આ રસ્તા પર કિચડ જ કિચડ છે. રસ્તા પર ઠેર-ઠેર ખાડા અને ખાડમાં પાણી ભરેલું  હોવાથી રસ્તો પાર કરતા-કરતા વાહનચાલકોને પરસેવો છૂટી જાય છે. કારણ કે જરા પણ ચૂક થાય તો વાહનચાલક કિચડમાં ગબડી પડે તેવી સ્થિતિ છે.

આસપાસના ગ્રામજનો, શાળાએ જતા વિદ્યાર્થીઓ આ રસ્તા પર અવર-જવર કરે છે. ચોમાસુ હોવાથી સતત પાણી રહે છે. આવી સ્થિતિમાં રસ્તો પાર કરવામાં અગવડ જ અગવડ છે. રસ્તામાં એટલું બધું કિચડ અને ખાડા છે કે. પગપાળા રસ્તો પાર કરવો શક્ય જ નથી. ત્યારે સ્થાનિકો માગણી કરી રહ્યા છે કે પુલ ટૂવ્હિલરચાલકો માટે ખૂલ્લો મુકવામાં આવે અથવા જલદી પાકો રસ્તો બનાવવામાં આવે.

 

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video