Terror Trap In Gujarat: ગુજરાતમાં આતંકી જાળ પાથરવા નેટવર્ક સક્રિય, કેવી રીતે પકડાયા આતંકી, ગુજરાત જ સોફ્ટ ટાર્ગેટ કેમ, જુઓ Video

| Edited By: | Updated on: Aug 01, 2023 | 5:08 PM

વ્હોટ્સએપ અને કોલ ડિટેઈલ્સ પર નજર રાખવામા આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ તમામ આરોપીઓને ઘરેથી જ ધરપકડ કરાઈ છે. જાણો શા માટે આતંકીઓ ગુજરાતને જ સોફ્ટ ટાર્ગેટ બનાવે છે.

ગુજરાતમાં આતંકી જાળ (Terror Trap) પાથરનાર આરોપીઓ વિરુદ્ધ  ATSએ કાર્યવાહી કરી ત્રણ આતંકીઓની ધરપકડ કરી છે. આ તમામ લોકો અલકાયદા સાથે કનેક્શન ધરાવતા હતા. પશ્ચિમ બંગાળથી કામ માટે આવ્યા હોવાનું પણ ખુલ્યુ હતું. 6 મહિનાથી રાજકોટમાં રહેતા હતા. જ્યાં તેઓ સોની બજારમાં કામ કરતા હતા. મુસ્લિમ કારીગરોને તેમણે ટાર્ગેટ કર્યા અને અલ-કાયદામાં જોડાવવા પ્રેરિત કરતાં હતા.

કેવી રીતે પકડાયા આતંકી?

મહત્વનું છે કે આ નેટવર્ક કેવી રીતે પકડાયું તેને લઈ ચોક્કસ સવાલ થશે. તો આ નેટવર્ક ત્રણ મહિના પહેલા પકડાયેલું હતું. અલ-કાયદાના નેટવર્કને આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. વ્હોટ્સએપ અને કોલ ડિટેઈલ્સ પર નજર રાખવામા આવી હતી. ટેક્નિકલ સર્વેલન્સના આધારે પોલીસે આ તમામ આરોપીઓને ઘરેથી જ ધરપકડ કરાઈ છે. સ્થળ પરથી હથિયાર અને પત્રિકા પણ જપ્ત કરાઈ છે.

ગુજરાત પર આતંકી ડોળો

જુન 2021 – ધર્માંતરણ કેસમાં આતંકી કનેક્શનનો ખુલાસો
જુલાઇ 2021 – ધર્માંતરણ કેસનું ગુજરાત કનેક્શનનો પર્દાફાશ
માર્ચ 2022 – કાંકરીયા ધર્માંતરણ કેસમાં ટેટર ફંડિગનો ખુલાસો
માર્ચ 2023 – ધમકીના કેસમાં MPથી 2 ખાલિસ્તાની ઝડપાયા
મે 2023 – અલકાયદા માટે પ્રવૃતિ કરતા 4 બાંગ્લાદેશી ઝડપાયા
જુન 2023 – ISIS મોડ્યુલ સાથે સંકળાયેલા 5 આતંકી ઝડપાયા

આતંકનું બીજુ નામ = ‘AQIS’

‘અલ કાયદા ઇન ઇન્ડિયા સબકોન્ટીનેન્ટ’ એટલે ‘AQIS’ છે. જેની રચના 2014માં અલ કાયદાના પ્રમુખ અલ-જવાહિરીએ કરી હતી. બાંગ્લાદેશમાં અલ કાયદા અંસાર-અલ-ઇસ્લામથી ઓળખાય છે. અંસાર-અલ-ઇસ્લામ બાંગ્લાદેશમાં સેક્યુલર્સ, લેખકોની હત્યામાં સામેલ હતો. પાકિસ્તાન, બાંગ્લાદેશમાં આતંકી પ્રવૃતિને અંજામ આપી ચૂક્યુ છે. ‘AQIS’ સાથે 200 આંતકીઓ જોડાયેલા હોવાનો UNSCનો રિપોર્ટ સામે આવ્યો છે. ભારતમાં અલકાયદા ‘AQIS’ના નામથી સક્રિય હોવાની ચર્ચા ચાલી રહી છે. ભારતમાં ‘AQIS’ના આતંકીઓની 2015માં ધરપકડ થઇ હતી. 2021માં યૂપી પોલીસે ‘AQIS’ના આતંકીની ધરપકડ કરી હતી.

ગુજરાતમાં ‘ISKP’નો ઓછાયો

ગુજરાત ATSએ ISIS મોડ્યુલનો પર્દાફાશ કર્યો હતો. જેમાં રાજ્યમાંથી 4 અને શ્રીનગરમાંથી એકની ધરપકડ કરી હતી. પોરબંદરમાંથી 3 અને સુરતમાંથી એક મહિલા ઝડપાઇ હતી. પ્રાથમિક તપાસમાં આરોપીઓનું પાકિસ્તાન કનેક્શન મળ્યું હતું. આરોપી સુમેરાના IS ખુરાસાન સાથે સંપર્કના પુરાવા મળ્યા હતા. આતંકી સંગઠન ISISનું સહયોગી સંગઠન IS ખુરાસાન છે.

આતંકનું નવું નામ.. ‘ISKP’

ઇસ્લામિક સ્ટેટ-ખોરાસાન પ્રોવિન્સ એટલે ISKP તરીકે ઓળખાય છે. પૂર્વી અફઘાનિસ્તાનમાં ISKP સંગઠન સક્રિય છે. ISKP એક આંતરરાષ્ટ્રીય આતંકી સંગઠન છે. અન્ય આતંકી સંગઠનો સાથે પણ ISKPનું જોડાણ છે. US અને યુરોપીયન યુનિયને પ્રતિબંધ મુક્યો છે. આતંકી સંગઠન ISKPને લઇને એલર્ટ અપાયું છે.

ગુજરાત સોફ્ટ ટાર્ગેટ કેમ?

ગુજરાતના દરિયાકાંઠા પર આતંકીઓની નજર છે. દરિયાઇ સીમા પાકિસ્તાન સાથે જોડાયેલી છે. 1600 કિમીનો દરિયાકાંઠો સરળ પ્રવેશદ્વાર હોવાને કારણે આતંકીઓની નજર ગુજરાત પર છે. દરિયાઇ માર્ગેથી સરળતાથી પ્રવેશ મળી શકે છે. ગુજરાતના દરિયેથી મુંબઇ તરફનો મોકળો માર્ગ છે. 1993 મુંબઇ બ્લાસ્ટમાં ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગમાં લેવાયો હતો. ગુજરાતના દરિયાકાંઠેથી આતંકીઓ મુંબઇ પહોંચ્યા હતા. ગુજરાતમાંથી આતંકીઓને છૂપી મદદ મળે રહી હોવાનું પણ સામે આવ્યું છે. ગુજરાતમાં સ્લીપર સેલ હાલમાં કાર્યરત હોવાની શક્યતા છે. આર્થિક, લોજિસ્ટિક મદદ મળી રહે છે તેવું પણ સામે આવ્યુ છે.

આતંકીઓનું ડ્રગ્સ કનેક્શન

દેશમાં નશીલા પદાર્થો-હથિયારો ઘૂસાડવાનું આતંકી ષડયંત્ર પણ સામે આવ્યું છે. આતંકી મનસૂબો પાર પાડવા ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરે છે. 5 વર્ષમાં ATS-કોસ્ટગાર્ડે 30 હજાર કરોડનું ડ્રગ્સ પકડ્યું છે. દરિયાકાંઠો RDX, હથિયારો, ડ્રગ્સની ઘૂસણખોરીનો માર્ગ
દરિયાકાંઠો નશીલા દ્રવ્યોના સોદાગરો માટે ટ્રાન્ઝિટ પોઈન્ટ માનવમાં આવે છે.

આ પણ વાંચો : Rajkot: અલ-કાયદા સાથે સંકળાયેલા 3 શંકાસ્પદોની ધરપકડ બાદ ATSએ 14 દિવસના રિમાન્ડની કરી માગ, જુઓ Video

આતંકના નિશાને યુવા!

આતંકીઓની અલકાયદા સાથે સાંઠગાંઠ કરી કારીગરીની આડમાં આતંકી ષડયંત્ર રચી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જેહાદ અને અલકાયદાનો ફેલાવો કરવાનું કામ સતત કરવામાં આવી રહ્યું હોવાની પણ વાત જાણવા મળી છે. આતંકીઓ યુવાઓને નિશાન બનાવી આ સંગઠનોમાં જોડતા હોય છે. જેથી તેઓ ગુજરાતમાં હમેશા સોફ્ટ ટાર્ગેટ શોધવાની પ્રવૃતિમાં રહે છે. યુવાઓને આતંક સાથે જોડવાનું ષડયંત્ર રચવામાં આવતું હોવાની વાતને લઈ ATS એક્શનમાં ઐ હતી અને આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. પત્રિકાઓ દ્વારા યુવાઓનું બ્રેઇનવોશ કરાતું હતું. માઇન્ડ વોશ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો ખૂલશો થયો હતો. સોશિયલ મીડિયા દ્વારા આ આતંકીઓ યુવાઓ સુધી પહોંચતા હતા. આતંકી દિલ્લી અને બંગાળમાં પણ કામ કરી ચૂક્યા છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 01, 2023 05:08 PM