અમદાવાદ સિરિયલ બોંબ બ્લાસ્ટ (Ahmedabad serial bomb blast) 2008ના કેસનો આખરે ચુકાદો આવી ચૂક્યો છે. કોર્ટ આજે આરોપીઓને સજા સંભળાવવાની છે. ત્યારે બહુ ઓછા લોકો જાણે છે કે સુરત (Surat)માં પણ વર્ષ 2008માં 29 જીવતા બોમ્બ મળ્યા હતા. અમદાવાદ બાદ સુરતને પણ તહેસ નહેસ કરી દેવાનું આતંકીઓ (Terrorists)નું ષડયંત્ર હતુ. જોકે આતંકીઓનું પહેલું પગેરું સુરત પોલીસે (Surat police) પકડ્યું હતું.
વર્ષ 2008માં જ્યારે સિરિયલ બ્લાસ્ટ થયા ત્યારે સુરત ઝોન 1 અને ઝોન 3ના DCP વી.ચંદ્રશેખર હતા. સાથે જ સુરત બૉમ્બ પ્લાન્ટેશન કેસની તપાસ માટે બનેલ SITના સુપરવિઝન અધિકારી પણ તેઓ જ હતા. વી.ચંદ્રશેખર હાલ અમદાવાદ રેન્જ આઈજી છે. વી.ચંદ્રશેખરે તે સમયે સુરતમાં પણ જે બોમ્બ મળી આવ્યા હતા તે ઘટનાનું TV9 સમક્ષ વર્ણન કર્યુ હતુ. તેમણે જણાવ્યુ હતુ કે વર્ષ 2008 અમદાવાદ બૉમ્બ બ્લાસ્ટ બાદ સુરત પોલીસને 27 જુલાઈ 2008ના વહેલી સવારે એક બૉમ્બ મળ્યો હતો. સુરતના પોશ વિસ્તાર સિટી લાઈટ ખાતે આવેલા નૂપુર હોસ્પિટલ સામે પ્રથમ બોમ્બ મળી આવ્યો હતો. 27 જુલાઈએ વહેલી સવારે એક સફાઇ કામદારએ શંકાસ્પદ બોમ્બની માહિતી આપી હતી. જે બાદ પાંચ કલાકમાં સુરત પોલીસે મહેનતથી ઠેરઠેર મુકેલા 29 જેટલા બૉમ્બ શોધી લીધા હતા.
આરોપીઓ બૉમ્બ બનાવવા સુરત શહેર નક્કી કર્યું હતું. સુરતમાં બોમ્બ પ્લાન્ટ બનાવાનુ ન ફાવતા આરોપીઓએ ભરૂચને એપી સેન્ટર બનાવ્યું હતું. બૉમ્બ બ્લાસ્ટ કરવા અમદાવાદ અને સુરતમાં એક સાથે બૉમ્બ પ્લાન્ટેશન કર્યું હતું. જો કે સુરતમાં બૉમ્બમાં રહેલી ચીપમાં ટેક્નિકલ ખામી હોવાના કારણે બ્લાસ્ટ ન થયો.
આતંકીઓની પહેલી કડી સુરત પોલીસને મળી હતી. સુરતમાં જીવતા બોમ્બને શોધીને નિષ્ફળ બનાવવાની સાથે સુરત પોલીસે આતંકીઓનુ પુના કનેક્શન પણ શોધી કાઢ્યુ હતુ. જે પછી અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ભરૂચથી આરોપીને પકડી ઇન્ડિયન મુજાહિદ્દીનની લિંક શોધી હતી.
આ પણ વાંચો-
આ પણ વાંચો-