અમદાવાદમાં સાયન્સ સિટી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક, સુકન મોલમાં વેપારીને માર માર્યો, જુઓ Video

| Edited By: | Updated on: Apr 24, 2023 | 4:54 PM

Ahmedabad News : અમદાવાદ શહેરમાં પોલીસનો ડર ન હોય તેવી રીતે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.

ગુજરાતમાં અસામાજીક તત્વોનો આતંક વધી રહ્યો છે. એક પછી એક અસામાજીક તત્વોની દાદાગીરી અને મારામારીની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે અમદાવાદમાં અસમાજીક તત્વોના આતંકની વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાં પોલીસનો ડર ન હોય તેવી રીતે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરી રહ્યા છે. ત્યારે સાયન્સ સિટી વિસ્તારમાંથી અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે.

આ પણ વાંચો-Breaking News: ખેડાના બોગસ માર્કશીટ કૌભાંડમાં ખેડા LCBએ મુખ્ય સૂત્રધાર ડૉ અખિલેશ પાંડેની દિલ્હીથી કરી ધરપકડ

અસામાજિક તત્વોએ સામાન્ય બોલાચાલીમાં સુકન મોલમાં વેપારીને માર માર્યો હતો. વેપારીને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી. સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે, અસામાજિક તત્વો દુકાનમાં ઘુસીને વેપારીને હાથ પકડીને ઢોર માર મારી રહ્યા છે. વેપારીએ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે અસામાજિક તત્વોને પકડવાની કાર્યવાહી શરૂ કરી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…