Ahmedabad : બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક, એક આરોપી સામે 7 અને અન્ય એક આરોપી સામે 2 ગુના દાખલ, જુઓ Video

|

Aug 18, 2023 | 8:35 AM

અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો તલવારો સાથે રોફ જમાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ એક કારને આગ લગાડી હતી

Ahmedabad  : રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વોનો આતંક વધી ગયો છે. અમદાવાદના બાપુનગરમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં અસામાજિક તત્વો તલવારો સાથે રોફ જમાવતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ એક કારને આગ લગાડી હતી. તો આ ગેંગ બનાવીને ડરાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જેમાં એક આરોપી સામે 7, તો અન્ય એક આરોપી સામે 2 ગુના દાખલ થયા છે.

આ પણ વાંચો : Ahmedabad : આનંદનગરમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને રીક્ષાને મારી ટકકર, જુઓ Video

આ અગાઉ અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વો બેફામ બન્યાં હતા. અસામાજિક તત્વોનું જાહેર રસ્તા પર ભય ફેલાવવાનું કારસ્તાન સામે આવ્યું હતુ. વસ્ત્રાલમાં ચાલુ કારમાંથી કેટલાક અસામાજિક તત્વોએ, સળગતા સુતળી બોમ્બ જાહેર રસ્તા પર ફેંક્યાં અને ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગેંગના આતંકના કારણે લોકોમાં ભયનો માહોલ

બાપુનગર વિસ્તારમાં પીન્ટુ રાવલ અને કુલદીપ ભદોરીયા તેમજ તેની ગેંગના આતંકના કારણે લોકો ત્રસ્ત બન્યા છે અને ડરી ડરીને રહેવા મજબૂર બન્યાં છે. આ બંને કુખ્યાત આરોપીઓ પર 10થી વધારે જેટલી ફરિયાદો નોંધાઈ ચૂકી છે. તેમ છતાં ખુલ્લેઆમ વિસ્તારના લોકોને બાનમાં લઈને આતંક મચાવવાનું યથાવત છે. બંને કુખ્યાત સામે વધુ બે ફરિયાદ થઈ છે. જેમાં એક ફરિયાદીએ ધાક ધમકી આપવાની જ્યારે બીજા ફરિયાદીએ વાહન સળગાવા મામલે ફરિયાદ નોંધાઈ છે.

અસામાજિક તત્વો એટલી હદે બેફામ અને છાકટા બન્યા છે કે સ્થાનિક લોકો તેમની વિરુદ્ધ બોલતા પણ ગભરાઈ રહ્યા છે. આરોપી પિન્ટુ અને કુલદીપના ત્રણ અલગ અલગ વિડીયો પણ સામે આવ્યા છે. જેમાં એક વીડિયોમાં બાપુનગરના જાહેર રસ્તા પર તલવાર વડે લોકોને ધમકાવી રહ્યા છે. જ્યારે બીજા વિડીયોમાં આ જ વિસ્તારની એક હોટલમાં જઈને માલિક પાસે પૈસા માંગી માથાકૂટ કરી હતી, તે જ સમયે તે હોટલની અંદર જમી રહેલા પોલીસકર્મી સાથે પણ માથાકૂટ કરતા હોવાનું સામે આવ્યું છે તો ત્રીજા સીસીટીવીમાં થાર ગાડી સળગાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:22 pm, Thu, 17 August 23

Next Video