Ahmedabad : આનંદનગરમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને રીક્ષાને મારી ટકકર, જુઓ Video

Ahmedabad : આનંદનગરમાં કારચાલકે સર્જ્યો અકસ્માત, ટેમ્પો, કાર અને રીક્ષાને મારી ટકકર, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 11:50 PM

અમદાવાદમાં એક પછી એક કાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં એક કારચાલકે ટેમ્પો, કાર અને રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે.

Ahmedabad : અમદાવાદમાં વધુ એક અકસ્માતની (Accident) ઘટના સામે આવી છે. આનંદનગરમાં ટાઈટેનિયમ સિટી સેન્ટર મોલ પાસેનો કારચાલકે ટેમ્પો, કાર અને બે રીક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં 4 લોકોને ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ અકસ્માત સર્જનાર કારચાલકની પોલીસે અટકાયત કરી છે.

આ પણ વાંચો Ahmedabad: મણિનગરમાં ફાયરિંગ અને લૂંટનો પ્રયાસ કરનાર આરોપી પોલીસ પકડમાં

અમદાવાદમાં એક પછી એક કાર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે. થોડા દિવસ પહેલાં તથ્ય પટેલે કરેલા અકસ્માતનો મામલે હજું શાંત નથી પડ્યો. ત્યારે હવે અમદાવાદમાં આનંદનગર વિસ્તારમાં એક કારચાલકે ટેમ્પો, કાર અને રિક્ષાને અડફેટે લીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર ચાલકને ઝડપી પાડ્યો હતો.

અમદાવાદ સહિતગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">