Gujarati video : જૂનાગઢના બિલખામાં દીપડીનો આતંક, 2 યુવકો પર હુમલો કરતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત
જૂનાગઢના (junagadh) બિલખામાં દીપડીનો આતંક સામે આવ્યો છે. બિલખાના વાડી વિસ્તારમાં 2 યુવકો પર દીપડીએ હુમલો કર્યો છે. બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આદમખોરની દહેશતથી લોકો ત્રાહિમામ છે. આ આદમખોર બાળકોને ઉઠાવી જાય છે, અનેક બાળકોએ છેલ્લા થોડા દિવસોમાં જ હિંસક પ્રાણીઓેના હુમલામાં જીવ ગુમાવ્યા છે. ત્યારે જૂનાગઢમાં (Junagadh) પણ એક આવી જ ઘટના સામે આવી છે. જૂનાગઢના બિલખામાં દીપડીનો આતંક સામે આવ્યો છે. બિલખાના વાડી વિસ્તારમાં 2 યુવકો પર દીપડીએ હુમલો કર્યો છે. બંને યુવકોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
જૂનાગઢના બિલખા વિસ્તારમાં છેલ્લા બે દિવસથી દીપડી આંટાફેરા કરી રહી છે. જેના કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બીજીતરફ આ અંગે વનવિભાગને જાણ કરાતા વનવિભાગના કર્મચારીઓ હરકતમાં આવી ગયા છે. દીપડીને પાંજરે પૂરવા વનવિભાગના કર્મચારીઓ કામે લાગી ગયા છે.
બીજી તરફ અમરેલીમાં દીપડાને કારણે એક માસુમનું મોત નિપજ્યું છે. રાજુલામાં બે વર્ષના બાળકનો જીવ ગયો છે. કાતર ગામમાં રાતના સમયે બે વર્ષના બાળક પર દીપડાએ હુમલા કર્યો હતો. માસુમનું ગળું પકડીને દીપડો ઉઠાવી ગયો.. જો કે, પરિવારને જાણ થતાં જ સૌ બાળકને બચાવવા દોડ્યા. દીપડો બાળક મુકીને તો ફરાર થયો, પરંતુ બાળકને એવી ગંભીર ઈજાઓ પહોંચી હતી કે, તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવો પડ્યો. બાળકને પહેલા તો રાજુ હોસ્પિટલમાં સારવાર અપાઈ, પરંતુ તેની સ્થિતિ એટલી નાજુક બનતી જતી હતી, કે તેને બીજી મોટી હોસ્પિટલમાં લઈ જવાની ફરજ પડી. પરંતુ બીજી હોસ્પિટલમાં સારવાર મળે, તે પહેલા જ માસુમે દમ તોડી નાખ્યો. પરિવારમાં હવે ઘેરો શોક છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
