Gujarati Video : જૂનાગઢમાં ઝડપાયો દારુનો જથ્થો, એકની ધરપકડ, કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
વડોદરામાં બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવયા હોય છે. ત્યારે જૂનાગઢમાં દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે.જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના A ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આમ તો ગુજરાતમાં દારુબંધી છે. આમ છતા ગુજરાતમાંથી વારંવાર દારુનો જથ્થો ઝડપાતો રહે છે. બુટલેગર પોલીસથી બચીને દારુને ગુજરાતમાં લાવવાના વિવિધ કિમીયા અજમાવચા હોય છે. ત્યારે જૂનાગઢમાં ( Junagadh) દારૂની હેરાફેરી કરવાના નવા કીમિયાનો પર્દાફાશ થયો છે. જેમાં બુટલેગર વાહનમાં ચોરખાનું બનાવી દારુની હેરાફેરી કરતા હતા. બાતમીના આધારે જૂનાગઢના A ડિવિઝન પોલીસે દારુનો જથ્થો ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચો : Junagadh : વિસાવદરના સરસઈ ગામના સરપંચ અને ઉપસરપંચ બળાત્કારના આરોપમાં સસ્પેન્ડ, જુઓ Video
જેમાં 178 બોટલ દારુ અને કાર સહિત 3.53 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુના જથ્થા સાથે એક આરોપીને ઝડપાયો હતો. અન્ય એક આરોપી ફરાર છે. આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વડોદરામાં મહિલા કોર્પોરેટર પતિની કારમાંથી ઝડપાયો હતો દારુનો જથ્થો
આ અગાઉ વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા હતા. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો હતો. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
