Smart meter બન્યુ Idiot Meter ? વડોદરાના ભાડુઆતને મળ્યુ લાખો રુપિયાનું બિલ, જુઓ Video

|

May 22, 2024 | 2:26 PM

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરમાં ફરી એક વખત લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો છે. MGVCL દ્વારા ભાડૂતને લાખો રૂપિયાનું વીજ બિલ આપ્યું છે.

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સ્માર્ટ મીટરને લઈને વિવાદ સર્જાઈ રહ્યો છે. ત્યારે વડોદરામાં સ્માર્ટ મીટરમાં ફરી એક વખત લાખોનું બિલ આવતા વિવાદ સર્જાયો છે. MGVCL દ્વારા ભાડૂતને 9 લાખ 24 હજાર 254 રૂપિયાનું વીજ બિલ આપ્યું છે.

ગોરવાના રિદ્ધિ સિદ્ધિ ફલેટમાં 26 નંબરના મકાનમાં રહેતા વ્યક્તિને બિલ આપતા વિવાદ થયો છે. 9 લાખથી વધુ બિલ ભરવાનો મેસેજ આવતા ભાડૂઆત ચોંકી ગયો હતો. છેલ્લા ઘણા વખતથી મકાનનું દર બે મહિનાનું એવરેજ બિલ 1500થી 2000 રુપિયા આવે છે. જ્યારે લાખોમાં બિલ આવતા ભાડૂઆતમાં ચિંતા જોવા મળી છે.

બીજી તરફ સુરતમાં સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે DGVCL દ્વારા સ્માર્ટ મીટર લગાવાનું શરુ કર્યુ છે. 20 સ્માર્ટ મીટર વચ્ચે એક ચેક મીટર લગાવામાં આવશે. જુના મીટર અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરવામાં આવશે.સરકારી કચેરીઓની સહિત જગ્યા પર સ્માર્ટ મીટર લગાવામાં આવી રહ્યા છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video