રાજ્યમાં શિક્ષકો આકરા પાણીએ, અમરેલીમાં ઓલ્ડ પેન્શન સ્કીમની માગ સાથે શિક્ષકોએ કર્યા ધરણા, જુઓ વીડિયો

|

Jan 11, 2024 | 11:55 PM

રાજ્યમાં શિક્ષકો છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમની માગ કરી રહ્યા છે. થોડા સમય પહેલા જ શિક્ષણમંત્રી કુબેર ડીંડોરે જાહેરાત કરી હતી કે ઓલ્ડ પેન્શન સ્કીમ મુદ્દે મોદી સરકાર સારો નિર્ણય કરશે. ત્યારે અમરેલીમાં મોટી સંખ્યામાં શિક્ષકોએ OPSની માગ સાથે ધરણા યોજી દેખાવ કર્યા.

અમરેલીમાં મોટા પ્રમાણમાં શિક્ષકો એકઠા થયા. ગુજરાત રાજ્ય શિક્ષક કર્મચારી સંયુક્ત મોરચા દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ઝોનના રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાના કર્મચારીઓ અમરેલી એકઠા થયા હતા. શિક્ષકોએ માગ કરી છે કે, સરકાર જૂની પેન્શન યોજના લાગુ કરે. સાથે PFને લઈને પણ પોતાની માગો મુકી છે. શિક્ષકોએ હાથમાં બેનર લઈને વિરોધ નોંધાવ્યો હતો.

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ઓલ્ડ પેન્શન સ્કીમ લાગુ કરવાની માગ કરી રહ્યા છે. 2005 પહેલાના કર્મચારીઓને ઓલ્ડ પેન્શન સ્કીમનો લાભ મળવો જોઈએ તેવી શિક્ષકોની માગ છે. હજુ થોડા દિવસ પહેલા જ રાજ્યના શિક્ષણ મંત્રીએ પમ આ અંગે નિવેદન આપ્યુ હતુ કે ઓલ્ડ પેન્શન સ્કીમ અંગે મોદી સરકાર સારો નિર્ણય કરશે.ઓપીએસ માત્ર શિક્ષણ નહીં પરંતુ 26 વિભાગોનો પ્રશ્ન છે.

આ પણ વાંચો: રામ મંદિરના આમંત્રણ મુદ્દે કોંગ્રેસમાં જ જોવા મળ્યા ફાંટા, અમરીશ ડેર, અર્જુન મોઢવાડિયાએ હાઈકમાનના નિર્ણય સામે દર્શાવી નારાજગી- વીડિયો

શિક્ષણમંત્રીના આ નિવેદન બાદ કર્મચારીઓને એક આશાનું કિરણ દેખાઈ રહ્યુ છે ત્યારે શિક્ષકોએ ફરી ઓપીએસની માગને પ્રબળ બનાવી ધરણા યોજી દેખાવો કરી રહ્યા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video