વ્યાજખોરોનો આતંક યથાવત: બનાસકાંઠામાં વ્યાજખોરોના ત્રાસથી શિક્ષકે આપઘાતનો કર્યો પ્રયાસ
શિક્ષક દલસુખજી ઠાકોર કાંકરેજના આકોલીના રહેવાસી છે. વ્યાજખોરોને વ્યાજ સાથે બમણી રકમ ચુકવવા છતા તેઓ ઉઘરાણી કરતા હતા, જેથી શિક્ષકે જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
બનાસકાંઠામાં વ્યાજખોરના ત્રાસથી શિક્ષકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. ગુપ્તાંગ કાપવાની કોશિશ કરીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. શિક્ષક દલસુખજી ઠાકોર કાંકરેજના આકોલીના રહેવાસી છે. વ્યાજખોરોને વ્યાજ સાથે બમણી રકમ ચુકવવા છતા તેઓ ઉઘરાણી કરતા હતા, જેથી શિક્ષકે જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો.
વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા
મહત્વનું છે કે તેમણે ખેતર ખરીદવા જુદા-જુદા વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે રૂપિયા લીધા હતા. 10 ટકાના વ્યાજે લીધેલા 17.50 લાખના 35 લાખથી વધુ ચુકવ્યા છતા વ્યાજખોરો રૂપિયાની માગણી કરી રહ્યા હતા. જેથી કંટાળીને આકોલી ગામમા શિક્ષક તરીકે ફરજ બજાવતા દલસુખભાઈએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ પોલીસે વ્યાજખોરો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીની સૂચના બાદ રાજયના જુદા-જુદા શહેરોમાં પણ વ્યાજખોરો સામે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ લોકદરબારમાં પોલીસ કમિશનરે વ્યાજખોરોને નાથવા અને લોકોને મદદ કરવા હાકલ કરી હતી.