વરસાદ બાદ તાપીનો રાજારાણી ધોધ થયો સક્રિય, ધોધને માણવા ઉમટી રહ્યા છે સહેલાણીઓ, જૂઓ ધોધનો અદભૂત Video

| Edited By: | Updated on: Jul 26, 2023 | 4:43 PM

તાપી (Tapi) જિલ્લાના વ્યારાના સરહદી ગામ ઢોંગીઆંબાથી અંદાજે 4 કિમી દૂર ડાંગ અને તાપી જિલ્લાના જંગલમાં રાજરાણી ધોધ આવેલો છે. ત્યાં સુધી પહોંચવા પગપાળા જ જવું પડે છે.

Tapi : ચોમાસાની (Monsoon 2023) ઋતુમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતી હોય છે, ત્યારે તાપી જિલ્લામાં પણ હાલ વરસાદી (Rain) માહોલ વચ્ચે અનેક સ્થળોએ પ્રકૃતિના આહલાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વ્યારાના ઢોંગીઆંબા ગામ નજીક ડાંગ જિલ્લાને અડીને ગાઢ જંગલો વચ્ચે આવેલો રાજારાણી ધોધ કે જે હજુ બહું ઓછો જાણીતો છે. હાલ વરસાદી વાતાવરણમાં સક્રિય બન્યો છે. અંદાજે 100થી 125 ફુટ ઉંચેથી પડતો આ રાજારાણી ધોધ સક્રિય થતાં અહીંનું પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠયું છે, ત્યારે ધોધને જોવા પ્રકૃતિ પ્રેમીઓ આવવાનું શરુ થઇ ગયુ છે.

આ પણ વાંચો-Ahmedabad : હવે ગુજરાત યુનિવર્સિટીના સ્ટીકર વગરના વાહનોને નહી મળે કેમ્પસમાં પ્રવેશ, જાણો શું છે નવો નિયમ

ઉબડખાબડ રસ્તા પરથી થવુ પડે છે પસાર

તાપી જિલ્લાના વ્યારાના સરહદી ગામ ઢોંગીઆંબાથી અંદાજે 4 કિમી દૂર ડાંગ અને તાપી જિલ્લાના જંગલમાં રાજરાણી ધોધ આવેલો છે. ત્યાં સુધી પહોંચવા પગપાળા જ જવું પડે છે. જંગલના ઉબડખાબડ રસ્તાઓ ઝાડીઓમાંથી પગપાળા જવું સહેલાણીઓ માટે રોમાંચક અનુભવ બની રહે છે. રસ્તામાં ખીલેલી પ્રકૃતિના આનંદની સાથે નાના મોટા જીવ જંતુઓ અને પક્ષીઓનો કલરવ અનોખી અનુભૂતિ કરાવે છે.

રાજારાણી ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો

રાજારાણી ધોધ સુધી પહોંચવા માટે જંગલનું ટ્રેકિંગ સહેલાણીઓ માટે ખૂબ જ આકર્ષણનું કેન્દ્ર બન્યુ છે. તાપી જિલ્લામાં એકવા ગોલણ બાદ બીજો એવો ધોધ છે કે જ્યાં સુધી પહોંચવા માટે પગપાળા જવું પડે છે. અહીં ગાઢ જંગલો વચ્ચે અને લીલાછમ પહાડો વચ્ચે આવેલો આ ધોધ સોળે કળાએ ખીલી ઉઠયો છે. જેને જોવા પ્રકૃતિપ્રેમીઓ દૂર દૂરથી આવે છે.

ધોધ સુધી પહોંચવા 4 થી 5 કિલોમીટરનો રસ્તો દુર્ગમ હોવાને લઈને તમામ લોકો આવી શકતા નથી. આ રસ્તો દુરસ્ત કરવામાં આવે તો સહેલાણીઓને સરળતા રહે અને સ્થાનિકોને ચાર માસ સુધી રોજગારી મળી રહે તેમ છે. ત્યારે લોકો આ રસ્તાનો જલ્દી જ વિકાસ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે.

(વીથ ઇનપુટ-નીરવ કંસારા,તાપી)

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો