Tv9 ના સતત અહેવાલ બાદ સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વ્યારાના  868 ખેડૂતો સભાસદોને ચુકવાશે બાકી નાણાં

Tv9 ના સતત અહેવાલ બાદ સરકારનો ખેડૂતોના હિતમાં નિર્ણય, વ્યારાના 868 ખેડૂતો સભાસદોને ચુકવાશે બાકી નાણાં

| Edited By: | Updated on: Nov 07, 2026 | 9:07 PM

TV9ના સતત અહેવાલ બાદ તાપીના વ્યારા સુગરના 868 ખેડૂતોને રૂ. 7.14 કરોડ બાકી નાણાં ચૂકવવાનો સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 35 દિવસના અભિયાન બાદ ખેડૂતોને રાહત મળી છે, જેનાથી તેઓમાં ખુશીનો માહોલ છે. જોકે, હવે ઓલપાડ-માંગરોળના કાંઠા સુગરના 2500 ખેડૂતોના બાકી રૂ. 6-7 કરોડ ચૂકવવાની માંગ ઉઠી છે.

તાપીના વ્યારા સુગરના 850થી વધુ ખેડૂતો માટે દિવાળી પહેલા રાહતના સમાચાર સામે આવ્યા છે. સરકાર દ્વારા 868 ખેડૂત સભાસદોના બાકી નાણાં ચૂકવવા માટે ₹7.14 કરોડ રૂપિયાની સહાય આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. TV9એ ખેડૂતોના આ પ્રશ્નને સતત વાચા આપી હતી અને TV9ના અહેવાલની અસરના 35માં દિવસે ખેડૂતોને મોટી રાહત મળી છે. સરકારના આ નિર્ણયથી ખેડૂતોના ખાતામાં બાકી નાણાં જમા થશે, જેને લઈને ખેડૂતો અને તેમના પરિવારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. 868 ખેડૂત સભાસદોની લાંબી લડત બાદ મળેલી આ સફળતા બદલ વ્યારાના ખેડૂતોએ TV9નો આભાર પણ વ્યક્ત કર્યો છે.

જોકે, હવે ઓલપાડ અને માંગરોળના કાંઠા સુગરના આશરે 2500 ખેડૂતોના બાકી નાણાં ચૂકવવાની માંગ ઉઠી છે. આ ખેડૂતોના પણ અંદાજે 6થી ₹7 કરોડ  અટવાયેલા હોવાનું સામે આવ્યું છે. ત્યારે વ્યારા સુગરના ખેડૂતોને મળેલી રાહત બાદ હવે કાંઠા સુગરના ખેડૂતોને ક્યારે ન્યાય મળશે તે મોટો સવાલ છે.

સનાતન સંસ્કૃતિમાં ધનતેરસના તહેવાર સાથે જોડાયેલી પૌરાણિક માન્યતાઓ અને તેની સાથે જોડાયેલી અમર કથાઓ વિશે જાણો

 

Published on: Nov 07, 2026 09:02 PM
Follow Us
Loading...
Unable to load recommendations.