લક્ષદ્વીપ પ્રશાસકે કહ્યું-મૂક-બધિર બાળકોના જીવનને સુંદર બનાવવાની જવાબદારી સમાજની છે

સાબરકાંઠા જિલ્લાના તલોદમાં મૂક-બધીર શાળાને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ ઉજવાયો હતો. ઉત્તર ગુજરાતમાં જાણિતી મૂક-બધીર છાત્રાલય સહિતની શાળામાં સવાસો બાળકો અભ્યાસ કરે છે અને તેમના જીવનની અડચણોને દૂર કરીને શિક્ષીત કરવાનું મહત્વનું અભિયાન તલોદની સંસ્થાએ હાથ ધર્યુ છે.

| Updated on: Dec 25, 2023 | 9:29 PM

તલોદમાં આવેલ જેબી ઉપાધ્યાય મૂક-બધીર કન્યા અને કુમાર છાત્રાયલ સહિતની શાળાનો સુવર્ણ મહોત્સવ ઉજવાયો હતો. મૂક-બધીર વિદ્યાર્થીઓના ઘડતર અને શિક્ષણ માટે મહત્વપૂર્ણ પ્રયાસ કરાઈ રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને મૂક બધીર બાળકોને શોધીને તેમને શિક્ષણ આપવા માટે છાત્રાલયમાં રાખવામાં આવે છે. આ સફળ પ્રયાસને 50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે લક્ષદ્વીપ, દીવ દમણ અને દાદરા નગરના પ્રશાસક પ્રફુલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. મૂક-બધીર બાળકોને મળવા ખાસ પહોંચ્યા હોવાનું જણાવ્યું હતુ.

પ્રશાસક પ્રફુલ પટેલે કહ્યુ હતુ કે, સરકાર દ્વારા ઉત્તમ પ્રયાસો દિવ્યાંગ બાળકોના જીવનને સુંદર બનાવવા માટે કરવામાં આવે છે. 5 વર્ષની વય સુધીના બાળકોને સરકાર દ્વારા કાનની બહેરાશને લઈ મફત ઓપરેશન કરવામાં આવે છે. આ યોજના થકી બાળકોના જીવનને સુધારી શકાય છે. આ માટે આવી શાળાઓના શિક્ષકો અને ટ્રસ્ટીઓ જ નહીં પરંતુ સમાજના દરેક લોકોએ આગળ આવીને બાળકોને યોજનાનો લાભ અપાવી જીવન સુધારવામાં મદદ કરવી જોઈએ. આ માટેની પહેલ તેઓએ કરશે, એવો સંકલ્પ કાર્યક્રમમાં પ્રફુલ પટેલે લીધો હતો. પ્રસંગમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલા અને પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચોઃ  ગુજરાત નજીકના સુંદર ટાપુ પર રમાશે બીચ ગેમ્સ 2024, પ્રથમ વાર ભારતમાં આયોજન

સાબરકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
અબુધાબીમાં મંદિર બનાવવાનો હેતુ દેશને નજીક લાવવાનો: બ્રહ્મવિહારી મહારાજ
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
BAPSનું સ્વામિનારાયણ મંદિર 'મિલેનિયમ મિરેકલ'
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
Gold Silver Price : સોના-ચાંદીએ બનાવ્યો રેકોર્ડ, ચાંદી બન્યું રોકેટ
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
કથાકાર રાજુગીરી બાપુએ વાણી વિલાસ બાદ રડતા રડતા માગી કોળી સમાજની માફી
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
સુરતમાં 12 વર્ષથી ફરાર વાહનચોર છત્તીસગઢથી ઝડપાયો
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
g clip-path="url(#clip0_868_265)">