Dahod : નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસો સામે આવ્યા, 10 થી વધુ બાળકોને સારવાર અર્થે ખસેડાયા, જુઓ Video
દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવ્યા છે. એક બાળકીને સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયુ છે. નાની લછેલી ગામમાં એક સાથે 10થી વધુ નાના બાળકોને તાવ, ઝાડ, ઉલ્ટી થવાની ઘટના બની છે.
રાજ્યમાં બેવડી ઋતુના પગલે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકરી રહ્યો છે. ત્યારે દાહોદના નાની લછેલી ગામે શંકાસ્પદ કોલેરાના કેસ સામે આવ્યા છે. એક બાળકીને સારવાળ મળે તે પહેલા જ તેનું મોત થયુ છે. નાની લછેલી ગામમાં એક સાથે 10થી વધુ નાના બાળકોને તાવ, ઝાડ, ઉલ્ટી થવાની ઘટના બની છે. આ તમામ બાળકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા આરોગ્ય વિભાગે ગામનો સરવે હાથ ધરી તપાસ કરવામાં આવી છે. તેમજ નાની લછેલી ગામમાંથી પાણી, ખોરાકના નમુના લઈને તપાસ માટે મોકલવામાં આવ્યા છે.
બીજી તરફ વડોદરાના નવાયાડ વિસ્તારની 35 વર્ષીય મહિલાનો કોલેરાનો પોઝેટિવ રિપોર્ટ આવ્યો છે. ડેન્ગ્યૂના 32 શંકાસ્પદ દર્દીઓ પૈકી 4 દર્દી પોઝીટીવ આવ્યા છે. મેલેરિયાના વધુ 3 દર્દી પોઝેટીવ નોંધાયા છે. આરોગ્ય વિભાગે 16 હજારથી વધુ ઘરોમાં ફોગીંગ કર્યું છે. એક કન્સ્ટ્રક્શન સાઈટને નોટિસ ફટકારવામાં આવી છે.