રાજ્યકક્ષાના સ્વતંત્રતા પર્વની ઉજવણી પૂર્વે વલસાડમાં મળી શંકાસ્પદ બોટ, પોલીસની વિવિધ ટીમોએ તપાસ શરુ કરી, જૂઓ Video

|

Aug 11, 2023 | 3:18 PM

15 ઓગસ્ટની ઉજવણી પૂર્વે તૈયારીઓના ભાગ રુપે હવાઇ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ. દમણ કોસ્ટગાર્ડે હવાઈ માર્ગે નિરીક્ષણ કર્યું હતુ. જે દરમિયાન આ બોટ મળી આવી હતી.

 Valsad : વલસાડમાં 15 ઓગસ્ટના રાજ્ય કક્ષાના સ્વતંત્રતા દિવસની (Independence Day) ઉજવણી થવાની છે. આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને રાજ્યપાલ આચાર્ય હાજર રહેવાના છે. જો કે 15 ઓગસ્ટના પર્વની ઉજવણી પહેલા વલસાડમાંથી શંકાસ્પદ બોટ મળી આવી છે. જેના પગલે પોલીસ દોડતી થઇ છે.

આ પણ વાંચો-Surat Video : વાહનચાલકને લાફો મારનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ, ગેરવર્તણૂક માટે કરવામાં આવી કાર્યવાહી

15 ઓગસ્ટની ઉજવણી પૂર્વે તૈયારીઓ અને સુરક્ષાના ભાગ રુપે હવાઇ નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ હતુ. દમણ કોસ્ટગાર્ડે હવાઈ માર્ગે નિરીક્ષણ કર્યું હતુ. જે દરમિયાન આ બોટ મળી આવી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ આ બોટ ઓમાનની હોવાનું અનુમાન છે. બોટમાં હાલ શંકાસ્પદ કોઈ પણ વસ્તુ મળી આવી નથી. જો કે બોટ મળી આવતા જિલ્લા પોલીસની વિવિધ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરુ કરી છે. સાથે જ માછીમારોની પૂછપરછ હાથ ધરી છે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video