Surat Video : વાહનચાલકને લાફો મારનાર પોલીસ કર્મીને કરાયો સસ્પેન્ડ, ગેરવર્તણૂક માટે કરવામાં આવી કાર્યવાહી
રેલવે ડીવાઈએસપીએ પોલીસ કર્મીને ફરજ મોકૂફ કરી દીધો છે. રેલવે પોલીસ કર્મી (Railway Police) નરસિંહ ચૌધરીને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા રેલવે ડીવાઈએસપીએ કાર્યવાહી કરી હતી.
Surat : સુરતમાં ટ્રાફિક ચલણ (Traffic Memo) અંગે પોલીસકર્મીએ વાહનચાલકને લાફો મારવા મુદ્દે સૌથી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રેલવે ડીવાઈએસપીએ પોલીસ કર્મીને ફરજ મોકૂફ કરી દીધો છે. રેલવે પોલીસ કર્મી (Railway Police) નરસિંહ ચૌધરીને સસ્પેન્ડ (Suspend) કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા ગેરવર્તણૂક કરવામાં આવતા રેલવે ડીવાઈએસપીએ કાર્યવાહી કરી હતી. 5 ઓગસ્ટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મહત્વનું છે કે સુરતમાં ટ્રાફિક ચલણને લઇને પોલીસકર્મીએ એક વાહનચાલકને લાફો માર્યો હતો. વાહનચાલકે વીડિયો ઉતારતા તેને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. 5 ઓગસ્ટની ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પોલીસ કર્મચારી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
Latest News