ખેડા : મહેમદાવાદના વરસોલા પાસેથી શંકાસ્પદ ઘી ઝડપાયું, પોલીસે ઘીનો જથ્થો સીઝ કર્યો

|

Nov 05, 2023 | 11:47 PM

અખાદ્ય ઘી બનાવી બાલાજી બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેચતા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તો અખાદ્ય ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી નકલી ચીજ વસ્તુઓ ઝડપાવાના કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે આવો જ વધુ એક કિસ્સો ખેડા જિલ્લામાં સામે આવ્યો છે. ખેડા જિલ્લાના મહેમદાવાદના વરસોલા પાસેથી શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપાયો છે. પામોલિન તેલ અને અન્ય પદાર્થો ભેળવીને ઘી બનાવતા હતા.

આ પણ વાંચો ખેડા : હાઇકોર્ટની ટકોર બાદ પણ નડિયાદ પાલિકા ઊંઘમાં, દરેક વિસ્તારમાં રખડતા ઢોરનું રાજ, જુઓ વીડિયો

આ પ્રકારનું અખાદ્ય ઘી બનાવી બાલાજી બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેચતા હતા. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઘીનો જથ્થો સીઝ કર્યો છે. તો અખાદ્ય ઘીના સેમ્પલ લઈને લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલી આપ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળ કાર્યવાહી કરવામાં આવશે.

ખેડા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video