Video : ઠંડી વધતા અમદાવાદમાં વાયરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો, સોલા સિવિલ હોસ્પિટલમાં આવે છે રોજના 20 બાળકોના કેસ

અમદાવાદ (Ahmedabad) શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને વાયરલ તાવના કેસમાં મોટાપાયે ઉછાળો આવ્યો છે. નાના બાળકો વિવિધ રોગોની ઝપેટમાં આવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 21, 2023 | 2:04 PM

અમદાવાદમાં છેલ્લા ઘણા દિવસોથી રોગચાળો સતત વકરી રહ્યો છે. અમદાવાદ શહેરમાં રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને વાયરલ તાવના કેસમાં મોટાપાયે ઉછાળો આવ્યો છે. નાના બાળકો વિવિધ રોગોની ઝપેટમાં આવી રહ્યા છે. માત્ર સોલા સિવિલ હોસ્પિટલમાં વાયરલ ઇન્ફેક્શનના 835 કેસ નોંધાયા છે. જનરલ ઓપીડીમાં પણ કેસની સંખ્યા 1 હજાર 400ને પર પહોંચી છે. તો બીજી તરફ દરરોજના 20 બાળકોને વાયરલ ઈન્ફેક્શનના કારણે દાખલ કરવામાં આવી રહ્યા છે. બાળકોની ઓપીડીમાં રોજના 75 થી 80 કેસ નોંધાય છે. ત્યારે ઠંડી વધતા રોગચાળો ફાટી નિકળતા ડોક્ટરે પણ લોકોને કાળજી રાખવા તાકીદ કરી છે.

આ પણ વાંચો- Surat: બોગસ પેઢીઓ સામે GST વિભાગે હાથ ધર્યું સર્ચ ઓપરેશન, ફરાર સંચાલકોને શોધવાની કામગીરી ચાલુ

અમદાવાદ શહેરમાં ઠંડી વધતા વાયરલ ઈન્ફેક્શન કેસમાં વધારો થયો છે. જેના કારણે છેલ્લા એક મહિનામાં જ 800થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. રાત્રે અને વહેલી સવારે કડકડતી ઠંડી તેમજ બપોરે સાધારણ ગરમીથી ડબલ સીઝનને પગલે વાયરલ ફીવર, શરદી-ઉધરસના કેસો સતત વધી રહ્યા છે. ગત મહિને સોલા સિવિલમાં જ કુલ 45 હજારથી વધુ ઓપીડી નોંધાઇ હતી. મતલબ કે દરરોજના સરેરાશ 1500થી વધુ દર્દીઓ ઓપીડીમાં આવ્યા હતા. જો કે રાહતની વાત એ છે કે મલેરિયા અને ડેન્ગ્યુ જેવા કેસનું પ્રમાણ હજુ નહિંવત છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">