SURAT : બારડોલી અને પલસાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, 3 નાના બાળકો , 8 જેટલા પુરુષ-મહિલાઓને ઝાડા-ઉલ્ટી

SURAT : બારડોલી અને પલસાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના, 3 નાના બાળકો , 8 જેટલા પુરુષ-મહિલાઓને ઝાડા-ઉલ્ટી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 12, 2021 | 4:04 PM

છેલ્લા ત્રણ દિવસથી મજૂરોને ઝાડા-ઉલ્ટી થતી હોવાની ફરિયાદ છે. 3 નાના બાળકો , 8 જેટલા પુરુષ અને મહિલાઓને ઝાડા-ઉલ્ટીની અસર થઇ છે.

SURAT : સુરત જિલ્લામાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. સુરતના બારડોલી અને પલસાણા ગામમાં ફૂડ પોઈઝનિંગની ઘટના ઘટી છે.ગામોમાં શેરડીના પડાવમાં રહેતા મજૂરોને ફૂડ પોઇઝનિંગની અસર થઇ છે. છેલ્લા ત્રણ દિવસથી મજૂરોને ઝાડા-ઉલ્ટી થતી હોવાની ફરિયાદ છે. 3 નાના બાળકો , 8 જેટલા પુરુષ અને મહિલાઓને ઝાડા-ઉલ્ટીની અસર થઇ છે. તમામને બારડોલી તેમજ ચલઠાણ ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

બારડોલીમાં આ પહેલા પણ ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી ચુકી છે. સુરતના બારડોલીની સરદાર હોસ્પિટલમાં દર્દીના સગાઓને ફૂડ પોઇઝનિંગ થયું હતું. 18થી વધુ લોકોને ખોરાકી ઝેરની અસર થઇ હતી. હોસ્પિટલમાંથી આપવામાં આવેલા ભોજન બાદ તમામને આ અસર પહોંચી હતી. આ અસરગ્રસ્તોમાં એક બાળકનો પણ સમાવેશ થયો હતો, જે ફુડપોઇઝનિંગને લીધે જ બિમાર હતો અને તેનું ઓપરેશન હતું. તેને પણ ખોરાકી ઝેરની અસર થતાં તેનું ઓપરેશન લંબાવાયુ હતું.

આ પણ વાંચો :  કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, CM ભુપેન્દ્ર પટેલ, વિધાનસભા અધ્યક્ષ નીમાબેન આચાર્ય સહીતના મહાનુભાવોએ આશાબેન પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

આ પણ વાંચો : જાણો શિક્ષણક્ષેત્રમાંથી રાજકારણમાં આવેલા ઊંઝાના MLA આશાબેન પટેલની જીવન ઝરમર

g clip-path="url(#clip0_868_265)">