Surendranagar: થાનગઢમાં ખનીજ માફિયાઓ મજૂરોને બંધક બનાવી મજૂરી કરાવવાનો મામલો, 2 આરોપીની ધરપકડ કરાઈ, જુઓ Video

| Edited By: | Updated on: Oct 03, 2023 | 9:24 PM

સુરેન્દ્રનગરના થાનગઢ વિસ્તારમાં કોલસાની ખાણમાં શ્રમિકોને ગોંધી રાખીને મજૂરી કરાવવામાં આવતી હતી. મજૂરોનુ શોષણ કરાવવાની આ ઘટનાને લઈ સ્થાનિક પોલીસ હવે એક્શનમાં આવી છે. બંધક મજૂરોમાંથી બે શખ્શો જીવ બચાવીને યેનકેન પ્રકારે પોલીસ સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા. જ્યાં બંને શ્રમિકોએ પોતાની આપવીતી કહી હતી. જે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસે બાકીના બંધકોને છોડાવવા માટે કાર્યવાહી કરી હતી. થાનગઢ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે.

આ પણ વાંચોઃ Amul ના નામે અંબાજી મંદિર પ્રસાદ માટે નકલી ઘી સપ્લાયનો મામલો, સાબરડેરીના અધિકારીએ કર્યો મોટો ખુલાસો

અહીં મજૂરોની પર જુલમ ગુજારવાની ઘટનાઓ અગાઉ પણ બની ચુકી છે. થાનગઢ પોલીસે હવે ચોંકાવનારી આ ઘટનામાં તપાસ શરુ કરી છે અને બે આરોપીઓને જેલના હવાલે કરી દીધા છે. આ દરમિયાન જોકે હવે પોલીસ સામે એ પણ સવાલો થઈ રહ્યા છે કે, પોલીસ મુખ્ય આરોપી સુધી પહોંચી શક્શે કે કેમ. પોલીસે જોકે હાલ તો પીડિત શ્રમિકાની આપવીતી આધારે કાર્યવાહી તેજ કરી દીધી છે. ખાણો પર દરોડાની પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો