Surendranagar : ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર, પ્રાંત અધિકારીઓએ તપાસ હાથ ધરી, જુઓ Video

author
| Edited By: | Updated on: Mar 23, 2025 | 1:34 PM

સુરેન્દ્રનગરમાં અવારનવાર ખનીજ માફિયાઓને આતંક સામે આવતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા. પરંતુ ચોંકાવનારી ઘટના તો એ છે કે ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર મચી છે.

સુરેન્દ્રનગરમાં અવારનવાર ખનીજ માફિયાઓને આતંક સામે આવતો હોય છે. ત્યારે સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હતા. પરંતુ ચોંકાવનારી ઘટના તો એ છે કે ખનીજ માફિયાઓ સાથે DySPનો સંપર્ક સામે આવતા ચકચાર મચી છે. અગાઉ ઝડપાયેલા આરોપીઓએ લીંબડી DySP સંપર્કમાં હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી મળેલા 3 મોબાઈલમાંથી પણ અનેક ચોંકાવનારી માહિતી મળી આવી છે.

પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં

આ ઉપરાંત આરોપીઓના ફોનમાં પણ લીંબડી DySPના નામથી નંબર મળી આવ્યો છે. DySP વિશાલ રબારીએ ખનીજ માફિયાઓના સંપર્કમાં હોવાનો સ્પષ્ટ ઈન્કાર કર્યો છે. મોબાઈલમાંથી મળી આવેલો નંબર મારો નથી તેવું DySP વિશાલ રબારીએ જણાવ્યું છે. 2 મહિનાથી ખનીજ ચોરી કરતા હોવાનું સામે આવ્યું છે. ખનીજ ચોરીમાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. પ્રાંત અધિકારીએ તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે લીંબડીના DySP સાથે ખનીજ માફિયાઓને સંપર્ક હોવાનું સામે આવતા જ ચકચારી મચી હતી. જેના પગલે હવે ખનીજ ચોરીની ઘટનામાં પોલીસની ભૂમિકા પણ શંકાના દાયરામાં આવી છે. પરંતુ DySP વિશાલ રબારી સ્પષ્ટ પણ ખનીજ માફિયાઓ સાથે સંપર્ક ન હોવાનું જણાવ્યું છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો