Surendranagar Rain : મંદિર પાણીમાં, ઘરો પાણીમાં…ઢીંચણ સમા પાણીમાં જવા લોકો મજબૂર, જુઓ પાણીમાં ડુબેલા લખતરનો Video

Surendranagar Rain : મંદિર પાણીમાં, ઘરો પાણીમાં…ઢીંચણ સમા પાણીમાં જવા લોકો મજબૂર, જુઓ પાણીમાં ડુબેલા લખતરનો Video

| Edited By: | Updated on: Jul 05, 2025 | 2:13 PM

સુરેન્દ્રનગરમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે. તો ભારે વરસાદના પગલે રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા છે.

ચોમાસાએ હવે સમગ્ર ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. અનેક જિલ્લામાં મેઘરાજાએ ધુંઆધાર બેટિંગ કરી છે. આ તરફ સુરેન્દ્રનગરમાં વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના જોરાવરનગર, રતનપર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારમાં મેઘમહેર જોવા મળી છે. તો ભારે વરસાદના પગલે રોડ-રસ્તા પાણીમાં ગરકાવ થયા. સાથે જ અનેક સોસાયટીઓમાં પાણી ભરાતા નગરજનોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સાડા ત્રણ ઈંચ વરસાદમાં લખતર પાણી-પાણી

સુરેન્દ્રનગરના લખતરમાં વરસાદી પાણી ભરાયા છે. સાડા ત્રણ ઈંચ વરસાદમાં લખતર પાણી-પાણી થઇ ગયુ છે. ગામની શેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. તો મંદિરમાં પણ પાણી ભરાયા છે.ગામમાં પાણી ભરાતા મામલતદારની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચીની સ્થિતિની સમીક્ષા કરી હતી. વરસાદી પાણી લોકોના ઘરમાં ઘુસતા લોકોએ તાત્કાલિક પાણી નિકાલની માગ સાથે તંત્રને રજૂઆત કરી છે. લોકોના ઘરમાં પાણી ભરાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.

ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું

આ તરફ વઢવાણ તાલુકાના વસ્તડી ગામે ભોગાવો નદીમાં પાણી આવતા ડાયવર્ઝન ધોવાયું છે. વસ્તડી ગામને હાઇવે સાથે જોડતા મુખ્ય રસ્તા પરનો પુલ તુટી જતાં નદીમાં ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું. સાયલા પંથકમાં ગઇકાલે ધોધમાર વરસતા નદીમાં પાણીની આવક વધતાં ડાયવર્ઝન ધોવાઇ ગયું. ડાયવર્ઝન ધોવાઇ જતાં વસ્તડી, ચુડા સહીતના 10 થી વધુ ગામના લોકોને હાલાકી થઇ રહી છે. હાઇવે સુધી જવા માટે અંદાજે પાંચ કિલોમીટરથી વધુ ફરીને જવાની નોબત આવી રહી છે.

ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો