Surendranagar: પુલ તૂટી જવાને લઈ શિક્ષણકાર્યને થઈ મોટી અસર, વિદ્યાર્થીઓ શાળાએ જ ના જઈ શક્યા, જુઓ Video
સુરેન્દ્રનગરમાં પુલ તૂટી જવાને લઈ સ્થાનિક લોકોને અવરજવર કરવાની હાલાકી સર્જાઈ હતી. જોકે હવે આ પુલ તૂટવાને લઈ હવે વિદ્યાર્થીઓને મોટી સમસ્યા સર્જાઈ છે. વિદ્યાર્થીઓને માટે હવે શાળાએ અવરજવર કરવા માટે થઈને જે પુલ હતો એ તૂટી જતા શાળાએ જવાની બસ જ સોમવારે આવી શકી નહોતી. આમ આસપાસના ગામના વિદ્યાર્થીઓને શાળાએ જવાથી દૂર રહેવુ પડ્યુ હતુ. સ્વામીનારાયરણ શાળા 640 વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા. આ સિવાય સાડા ત્રણસો અન્ય વિદ્યાર્થીઓ શાળાએ પહોંચી શક્યા નહોતા.

આ પણ વાંચોઃ ડુંગરપુર-હિંમતનગર રેલવે ટ્રેનમાં પોલીસ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરાયુ, રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી પહેલા મહત્વની કાર્યવાહી
પુલ તુટી જવાને લઈ હવે શિક્ષણ કાર્યને અસર થઈ છે. હાલમાં શાળાએ વિદ્યાર્થીઓએ પહોંચવુ મુશ્કેલ બન્યુ છે, કારણ કે અન્ય વૈકલ્પિક રસ્તો જ નહીં હોવાને લઈ સમસ્યા સર્જાઈ હતી. શાળાના આચાર્યે કહ્યુ હતુ કે, આ જ જોખમી જર્જરીત પુલ પરથી જ વિદ્યાર્થીઓની બસ અને વાહન પસાર થતા હતા. રજાના દિવસ સિવાય આવી ઘટના સર્જાઈ હોત તો મોટી ઘટના બની શકી હોત. આમ ઘાત ટળી હોવાની રાહત સર્જાઈ છે.