Surendranagar : સુરેન્દ્રનગરના લખતરથી પસાર થતા હાઇવેની ખરાબ સ્થિતિ સામે આવી છે. રસ્તા એવા કે બહાર નીકળવું જ મુશ્કેલ બની જાય છે. રસ્તો એક જંગનું મેદાન બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. રસ્તા પર ઠેર-ઠેર રખડતા ઢોરનો ત્રાસ સામે આવ્યો છે. જ્યાં જુઓ ત્યાં ઢોર જ ઢોર દેખાય છે. એક-બે કે ત્રણ નહીં પરંતુ સંખ્યાબંધ ઢોર રસ્તા પર જમાવડો કરીને બેસી જાય છે.
સુરેન્દ્રનગરથી અમદાવાદને જોડતા આ રસ્તા પર ઢોરનો ત્રાસ તો છે. પરંતુ રસ્તા પર મસમોટા ખાડા પણ પડી ગયા છે. લોકોએ રસ્તો પાર કરવો એ એક સંઘર્ષ બની ગયું છે. એક તરફ રખડતા ઢોર, બીજી તરફ મસમોટા ખાડા પડી ગયા છે. માણસ જાય તો જાય ક્યાં? તંત્રના પાપે વાહન ચાલકોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે. પશુપાલકો પણ પોતાના ઢોરને છૂટા મૂકી જતા હોય છે. રસ્તા પર ગમે ત્યારે દુર્ઘટના સર્જાઇ શકે તેવી સ્થિતિ જોવા મળે છે. લોકોના જીવ જોખમમાં મુકાય છે. તંત્રને અનેકવાર રજૂઆત કર્યા બાદ પણ કોઇ કામગીરી કરવામાં આવી નથી.
સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો