Surendranagar: જેની જરૂર જ નથી, તેને ખરીદીને શું કરવાનું ? યુરિયાની એક થેલી લેવા માટે નવા નિર્ણયને લઈ ખાતર ડેપો પર હોબાળો, જુઓ Video

Surendranagar: જેની જરૂર જ નથી, તેને ખરીદીને શું કરવાનું ? યુરિયાની એક થેલી લેવા માટે નવા નિર્ણયને લઈ ખાતર ડેપો પર હોબાળો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2023 | 7:15 PM

સુરેન્દ્રનગરના વઢવાણ યુરિયા ખાતર ડેપો પર હોબાળો થયો છે. યુરિયા ખાતર ન મળતા ખેડૂતો નારાજ થયા છે. યુરિયાની એક થેલી લેવા માટે નવા નિર્ણય ને લઈ માથાકૂટ થઈ છે. યુરિયા નાઇટ્રોઝનની 5 થેલી ખરીદવી ફરજિયાત કરવામાં આવતા હોબાળો થયો છે.

Urea fertilizer: સુરેન્દ્રનગરના વઢવાણ યુરિયા ખાતરના ડેપો પર યુરિયા ખાતર ન મળતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો. ખેડૂતોએ ડેપોના અધિકારીઓ પર આક્ષેપ કર્યા કે, એક ગુણી યુરિયા ખાતર ખરીદવા માટે વધુની 5 ગુણી યુરિયા નાઇટ્રોજનની ખરીદી ફરજિયાત કરી દીધી છે.

યુરિયા નાઇટ્રોજનની ખરીદી કરો તો જ એક ગુણી યુરિયા ખાતર મળે. મહત્વનું છે, કે યુરિયા ખાતરની એક ગુણી રૂપિયા 250ની અને યુરિયા નાઇટ્રોજનની 5 ગુણી રૂપિયા 1200ની એટલે, કે સીધી વાત છે, 250ની વસ્તુની ખરીદી કરવા માટે વધારાના રૂપિયા 1200 ખર્ચ કરો.

આ પણ વાંચો : લૂંટના આરોપીને 15 મહિલા પોલીસ કર્મીઓએ હાથ પકડી ગામમાં ફેરવ્યો! જોવા લોકોના ટોળા ઉમટ્યા, જુઓ Video

ખેડૂતોએ આક્ષેપ કર્યા છે, કે તેમને પૂરતું યુરિયા ખાતર નથી મળી રહ્યું. ખેડૂતોને ફરજિયાત યુરિયા નાઇટ્રોજન ખરીદવું પડે છે. ખેડૂતો પાસે એટલા પૈસા નથી, કે એક ગુણી યુરિયા ખાતર લેવા માટે વધુ 1200ની ખરીદી કરે. તેથી નારાજ ખેડૂતોએ તંત્રને પણ આ મુદ્દે રજૂઆત કરી છે. હજુ સુધી કોઇ ઉકેલ આવ્યો નથી.

સુરેન્દ્રનગર સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Aug 05, 2023 07:09 PM
g clip-path="url(#clip0_868_265)">