સુરત વીડિયો : ઉધનાના કુખ્યાત વ્યાજખોર લાલી પંજાબીની ઓફિસ સર્ચ કરાઈ, પોલીસને મળી ચોંકાવનારી માહિતી

|

Jul 18, 2024 | 12:16 PM

સુરત : ઉધનાનો કુખ્યાત વ્યાજખોર ધર્મેન્દ્ર હંજરા ઉર્ફે લાલી પોલીસના સકંજામાં છે. રિમાન્ડ મેળવ્યા બાદ વધુ તપાસ માટે પોલીસે લાલીને સાથે રાખીને તેની ઓફિસમાં તપાસ કરી હતી. ઓફિસના ગેટનું તાળું તોડીને ઓફિસમાં સર્ચ કરાયું હતું.

આ દરમિયાન, કેટલાંક મહત્વના દસ્તાવેજ પણ પોલીસના હાથે લાગ્યા છે જેમાં, પોલીસને 75 ચેક અને ચેકબુક મળી આવી હતી. હવે આ દસ્તાવેજોનાં જેના આધારે લાલીના આતંક અંગેના ખુલાસા થશે. મહત્વનું છે કે લાલીની મિલકત બાબતે પોલીસ સરકારની એજન્સીને સાથે રાખીને વધુ તપાસ કરશે. વ્યાજખોર લાલી ઉર્ફે ધર્મેન્દ્ર સામે કાયદાકીય સકંજો કસવામાં આવશે.

લાલી ઉર્ફે ધર્મેન્દ્રએ હજારો લોકો પાસેથી નિયમ વિરુદ્ધ ઊંચા વ્યાજે પૈસા પડાવ્યાનો આક્ષેપ છે.લોકો પાસેથી 10થી 15 ટકાના વ્યાજની વસુલાત કરીને આતંક મચાવ્યો હોવાની ફરિયાદ છે. ઉધના પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ ફરિયાદી પાસે 2 લાખની સામે 5 લાખ રૂપિયા વસૂલ્યા છે. આ ઉપરાંત વધુ 3 લાખની માગણી કરી હતી. ફરિયાદીએ 3 લાખ ન આપતા 15 લાખ રૂપિયાની રકમ ચેક પર લખીને બાઉન્સ કરાવવાની ધમકી પણ આપી હતી.

Next Video