સુરત વીડિયો : અડાજણમાં સરકારી આવાસની દયનિય સ્થિતિ, 7 વર્ષમાં જ ઈમારત જર્જરિત બની!
સુરત : આમ તો સરકાર લોકોને પોતાનું ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજના બનાવે છે લોકો તેમાં રહેવા પણ જાય છે...પણ પછી તે ઘર અને એમાં રહેનારા લોકોનું શું થાય છે એ કોઈ પૂછતું નથી! સુરતમાં સરકારી આવાસમાં લોકો રહેવા તો ગયા પણ તેમના માથે મુસીબત પટકાઈ છે.
સુરત : આમ તો સરકાર લોકોને પોતાનું ઘરનું ઘર મળે તે માટે આવાસ યોજના બનાવે છે લોકો તેમાં રહેવા પણ જાય છે…પણ પછી તે ઘર અને એમાં રહેનારા લોકોનું શું થાય છે એ કોઈ પૂછતું નથી! સુરતમાં સરકારી આવાસમાં લોકો રહેવા તો ગયા પણ તેમના માથે મુસીબત પટકાઈ છે.
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ આવાસની ઈમારત માત્ર 7 વર્ષમાં જ જર્જરિત થઈ ગઈ છે. ઈમારતની છતમાંથી સળિયા ડોકાઈ રહ્યા છે તો છતમાંથી પોપોડા પણ પડે છે. આવાસના લાભાર્થીઓ ભયના ઓથાર નીચે જીવી રહ્યા છે. લોકો સરકારી તંત્રના ભરોસે અહીં રહેવા આવ્યા છે પણ તેમની હાલત બદતર છે. મકાનમાં ગમે ત્યારે માથે પોપડા પડે અને ભલું પૂછવું આ તો દિવાલેય ધસી પડે તો નવાઈ નહીં. ગભરાટમાં જીવતાં સ્થાનિકો જર્જરિત આવાસના સમારકામની માગ કરી રહ્યા છે.
