સુરત વિડીયો : પાલોદના પીએસઆઈ એસીબીના છટકામાં ઝડપાયા, ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગી હતી

સુરત વિડીયો : પાલોદના પીએસઆઈ એસીબીના છટકામાં ઝડપાયા, ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગી હતી

| Edited By: | Updated on: Nov 11, 2023 | 9:42 AM

સુરત : ગુજરાત લાંચ રુશવત વિરોધી શાખાએ વધુ એક લાંચિયા અધિકારને ઝડપી પાડ્યા છે. ભ્રષ્ટાચાર કરી ધનવાન બનવાના સપના જોનારા અધિકારીને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો છે. એસીબીની ટીમે છટકું ગોઠવી પોલીસ સબ ઇન્સ્પેકટર ને લાંચ લેતા ઝડપી પાડ્યા છે.

રૂપિયા 50 હજારની લાંચ લેતા અધિકાર રંગે હાથ ઝડપાયા છે. પાલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.કે મૂળિયા પર ACBએ કાર્યવાહી હાથ ધરી છે. ફરિયાદીને પરેશાન ન કરવાના બદલામાં લાંચ માંગવામાં આવી હતી. આ બાબતે ફરિયાદીએ ગુજરાત લાંચ રુશવત વિરોધી શાખાનો સંપર્ક કર્યો હતો. માંગરોળના પાલોદ આઉટ પોસ્ટ પર લંચની રકમ સ્વીકારતા એસીબીએ પોલીસ સબ ઈન્સ્પેક્ટરને રંગેહાથ ઝડપ પાડ્યા છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Nov 11, 2023 09:42 AM